District

ગાંધીનગરમાં તારા લગ્ન તો થઈ ગયા છે કેમ અમારા ગામમાં આવી છે તેમ કહી મહિલાએ યુવતીને લાફા ઝીંકી દીધા 
 

ગાંધીનગરમાં તારા લગ્ન તો થઈ ગયા છે કેમ અમારા ગામમાં આવી છે તેમ કહી મહિલાએ યુવતીને લાફા ઝીંકી દીધા 
 

- સમગ્ર ઘટના અંગે આરોપી મહિલા સામે ફરિયાદ નોંધાઈ 
- પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર, રવિવાર 

 ગાંધીનગરના કોબા ગામે રહેતી મહિલાએ એક ગર્ભવતી યુવતીને તારા લગ્ન થઈ ગયા છે તો તું ગામમાં કેમ રહે છે ? તેમ કહીને યુવતી સાથે તકરાર કરી તેને લાફા ઝીંકી દીધા હતા.જે બાબતે બાદમાં યુવતીના પિતા અને ભાઈએ મહિલા અને તેની પુત્રીને ધાકધમકી આપીને માર માર્યો હતો. જે બાબતે ઇન્ફોસિટી પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગરના ગોરવંટા ગામે રહેતા પાયલબેન વિપુલજી ઠાકોર ગર્ભવતી હોવાથી તેમના પિયર કોબા ગામે રહેવા માટે આવ્યા હતા. ગતરોજ પાયલબેનના પતિ વિપુલજી તેમને મળવા માટે કોબા આવ્યા હતા. જ્યાંથી તેઓ ઘરે પરત જઈ રહ્યા હોવાથી પાયલબેન તેમને મુકવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ચાલતા ચાલતા પિતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ વખતે જોગણી માતાના મંદિર પાસે રહેતા ગામના પદ્માવતીબેન શર્મા પાયલબેનને મળ્યા હતા અને તારા તો લગ્ન થઈ ગયા છે, તેમ છતાં તું કેમ અમારા ગામમાં આવી છે ?  તેવું પુછતાં પાયલબેન આ મારું પિયર છે જેથી હું તો ગામમાં આવવાની છું તેમ કહેતાં પદ્માવતીબેન ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી પાયલબેન અપશબ્દો બોલવાની ના પાડતા પદ્માવતીબેને ઉશ્કેરાઈ જઈને પાયલબેનને ગાલ ઉપર લાફા મારી દીધા હતા. આ સમયે આસપાસથી લોકો ભેગા થતાં ભવિષ્યમાં જો તું કોબા ગામમાં દેખાઈ છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને પદ્માવતીબેન ત્યાંથી જતા રહ્યા હતા. આ બાબતે પાયલબેને તેમના પિતાજીને વાત કરી હતી. જોકે પદ્માવતીબેનનું ચારિત્ર્ય સારું ન હોવાથી પાયલબેનના પિતાએ તેમની સાથે વાતચીત ન કરવા અને મળવા માટે પાયલબેનને જણાવ્યું હતું. જેની રીસ રાખીને પાયલબેનને માર મારતાં પાયલબેને ઇન્ફોસિટી પોલીસ મથકે પદ્માવતીબેન શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે પદ્માવતી બેને ઇન્ફોસિટી પોલીસ મથકે બળદેવજી ઠાકોર તેમજ અજય બળદેવજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગામમાં તમે મારી દીકરી પાયલ સાથે કેમ વાત કરી તેમ કહીને પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને પદ્માવતીબેનને લાફા મારી દીધા હતા. હાલમાં આ મામલે ઇન્ફોસિટી પોલીસ દ્વારા બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં તારા લગ્ન તો થઈ ગયા છે કેમ અમારા ગામમાં આવી છે તેમ કહી મહિલાએ યુવતીને લાફા ઝીંકી દીધા