District

લો બોલો ! ગાંધીનગરમાં સરકારી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં જ પ્રતિબંધિત કરેલા કોનોકોર્પસના 1000 વૃક્ષ છે

લો બોલો ! ગાંધીનગરમાં સરકારી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં જ પ્રતિબંધિત કરેલા કોનોકોર્પસના 1000 વૃક્ષ છે

- સરકારના ઇન્ડેક્સ-  બી વિભાગ હસ્તકના સેક્ટર - 17 સ્થિત એક્ઝિબિશન સેન્ટરમાં વૃક્ષોની હાજરી જોઈને સૌ કોઈ ચકિત

- તાજેતરમાં જ વન વિભાગ દ્વારા વૃક્ષના ઉછેર અને રોપવા પર ગાઈડલાઈન જારી કરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

ગાંધીનગર, શનિવાર

  તાજેતરમાં જ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષના નુકસાનને ધ્યાને લઈને વૃક્ષના ઉછેર અને વાવેતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ તેના વેચાણ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. જોકે, આ બધા વચ્ચે હાલમાં સેક્ટર 17 માં એક્ઝિબિશન સેન્ટરમાં આ વૃક્ષની હાજરી જોવા મળી રહી છે. અહીં વન વિભાગના અધિકારીઓ પણ હાજર હોવા છતાં હવે આ 1000 જેટલા કોનોકાર્પસ વૃક્ષ બાબતે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

  એક તરફ સરકારના વન વિભાગ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર થકી  રાજ્યમાં કોનોકાર્પસ વૃક્ષના ઉછેર અને વાવેતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વૃક્ષ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, બીજી તરફ ગાંધીનગરના ઇન્ડેક્સ - બી વિભાગ હસ્તકના એક્ઝિબિશન સેન્ટર ખાતે 1000 જેટલા કોનોકાર્પસ વૃક્ષો જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. ગાઈડ લાઈન હોવા છતાં બ્યુટીફિકેશન માટે આ વૃક્ષનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં બની રહેલી નવી સોસાયટીઓમાં પણ આ વૃક્ષોનું મોટાપાયે વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ છોડને રોપ્યા બાદ પાણી કે માવજતની જરૂર ન હોવાથી મોટી સંખ્યામાં લોકો તેનો ઉછેર કરતા જોવા મળી રહ્યા છે. જોકે વન વિભાગ દ્વારા માત્ર કાગળ ઉપર જ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ કોઈ કાયદો કે નિયમ બનાવવામાં આવ્યા ન હોવાથી અને કોઈ મોનિટરિંગ કરવામાં આવતું ન હોવાને કારણે આડેધડ આ વૃક્ષનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. હાલમાં પાટનગરના સેક્ટર 17 ખાતે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં પણ વન વિભાગના કર્મચારીઓ હાજર છે, છતાં એક હજાર જેટલા કોનોકાર્પસ વૃક્ષો અહીં જોવા મળી રહ્યા છે. હવે વન વિભાગ દ્વારા આ વૃક્ષોને દૂર કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું અને જે નવા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવી રહ્યો છે, તેની સામે વન વિભાગ શું પગલાં રહે છે તે પણ જોવાનું રહે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લો બોલો ! ગાંધીનગરમાં સરકારી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં જ પ્રતિબંધિત કરેલા કોનોકોર્પસના 1000 વૃક્ષ છે