District
દહેગામના હરસોલી ગામમાં તસ્કરોનો તરખાટ : બંધ મકાનનું તાળું ખોલી ₹1.20 લાખથી વધુની મત્તા ચોરાઈ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
7, October 2023
- ઘરને તાળું મારી ચાવી બહાર જ લટકાવી હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું
- દહેગામ પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી
દહેગામના હરસોલી માઢવાસ ખાતે રહેતા ઈશ્વરસિંહ કાળુસિંહ ચૌહાણ સિરામિકમાં પથ્થર કટીંગનું કામ કરે છે. ગતરોજ તેમનો નાનો પુત્ર સિદ્ધરાજ બિમાર હોવાથી તેમના પત્ની જનકબેન તેને લઈને દવાખાને ગયા હતા. આ સમયે જનકબેને ઘરને તાળું મારીને ચાવી નજીકમાં જ દેખાય તે રીતે લટકાવી હતી. પુત્રની દવા લઈને જનકબેન ઘરે આવ્યા બાદ તાળું ખોલીને ઘરમાં પ્રવેશતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં બધો જ સામાન વેર વિખેર હતો. જેથી આ બાબતે તેઓએ તુરંત જ પોતાના પતિ ઈશ્વરસિંહને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. તપાસ કરતા ઘરમાં તિજોરીમાંથી રોકડા રૂપિયા 18,000, તેમજ પેટીમાં મુકેલ રૂપિયા 3000, ચાંદીના પગમાં પહેરવાના રમજા ₹20,000, ચાંદીની પગમાં પહેરવાની પાયલ રૂપિયા 7000, ચાંદીનો કમરમાં પહેરવાનો કંદોરો ₹3,500, ચાંદીનું મંગળસૂત્ર ₹2500, ચાંદીની નાની બાળકોને પહેરવાની ચુડીયો રૂપિયા 7000, ચાંદીની લકી ₹8,500, ચાંદીના પગની આંગળીઓમાં પહેરવાના વેઢ ₹1,000, સોનાની ચેઈન સાથે ઓમ રૂપિયા 50 હજારની ચોરી થયેલાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે દહેગામ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે. તસ્કરો રૂપિયા 1,20,500 ની મત્તા ચોરી જતા પરિવાર આઘાતમાં છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો