District

સરગાસણમાં કારની અડફેટે બે યુવતીઓને ઇજા 

સરગાસણમાં કારની અડફેટે બે યુવતીઓને ઇજા 

- કારના ચાલકે એક્ટિવાને અર્થે લેતા એકટીવા ચાલક યુવતી રોડની સાઈડમાં ઊભેલી અન્ય યુવતી સાથે અથડાઈ

- સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલી યુવતીને સારવાર હેઠળ ખસેડવામાં આવી

- ઈન્ફોસિટી પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

ગાંધીનગર, રવિવાર

Embed Instagram Post Code Generator

  ગાંધીનગરના સરગાસણ ખાતે રિલાયન્સ સર્કલથી સરગાસણ ચાર રસ્તા તરફ જતા મેઇન રોડ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી કારના ચાલકે એકટીવા ચાલક યુવતીને અડફેટે લેતાં, એકટીવા ચાલક યુવતી રોડની સાઈડમાં ઊભેલી અન્ય યુવતી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રોડ ઉપર રીક્ષા ની રાહ જોઈને ઉભેલી યુવતીને  ગંભીર ઈજા થઈ હતી. તુરંત જ એકઠા થયેલા લોકોએ યુવતીને સારવાર અર્થે ખસેડી હતી. અકસ્માત સર્જનાર કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે યુવતીએ ઇન્ફોસિટી પોલીસ મથકે કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  મૂળ પાલનપુરના મેરવાદ ગામમાં રહેતી અને હાલમાં ગાંધીનગર ખાતે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ પ્રિયંકાબેન સરદારભાઈ ચૌધરી ગતરોજ રિલાયન્સ સર્કલથી સરગાસણ ચાર રસ્તા તરફ જતા મેઇન રોડ ઉપર કેપિટલ icon ની સામે રીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આ સમયે રિલાયન્સ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે કારની આગળ જતા એકટીવાને ટક્કર મારતાં, એકટીવા પ્રિયંકાબેનને અથડાયું હતું. આ અકસ્માતમાં એકટીવા ચાલક મહિલા અને પ્રિયંકાબેન બંનેને ઈજા થતાં 108 માં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  ઘટનાની જાણ પ્રિયંકાબેનના પરિવારજનોને થતાં તેઓ પણ ગાંધીનગર દોડી આવ્યા હતા અને પ્રિયંકાબેનને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ મામલે પ્રિયંકાબેને ઇન્ફોસિટી પોલીસ મથકે કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો