- પાણીનો કરકસર ઉપયોગ કરવો એની સમજણ અપાઈ હતી
ગાંધીનગર, શુક્રવાર
હાલમાં દેશ અને દુનિયામાં પાણીના બગાડને અટકાવવા અને પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પાણીનો મહત્તમ ઉપયોગ કરવા માટે લોકો અને સરકારો દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવામાં ઇસનપુર મોટામાં બહેનો અને સમિતિના સભ્યોની વોટર બજેટિંગ તાલીમ યોજાઈ હતી.