- ગાંધીનગરમાં કોંગ્રેસના શિક્ષણ બચાવ ધરણા : જ્ઞાન સહાયક યોજના બંધ કરો
- કોંગ્રેસના નેતાઓના આક્રમક ભાષણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જાેડાયા
ગાંધીનગર,શુક્રવાર
રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના અમલી બનાવવામાં આવી છે અને જેમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીને લઈ ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી મેદાને પડ્યા છે અને ભરતી બંધ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેની માગણી કરી રહ્યા છે. જાે કે, સરકાર ટસની મસ ન થતા વિવાદ વકરી રહ્યો છે અને સમગ્ર મામલો હવે આંદોલન તરફ આગળ વધી રહ્યો છે. આજે ગાંધીનગરમાં કોગ્રેસ દ્વારા જનમંચ હેઠળ શિક્ષણ બચાવના ધરણા યોજાયા હતા. જેમાં કોંગ્રેસના નેતાઓ સહિત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત અનેક ટેટ ટાટ પાસ ઉમેદવારો જાેડાયા હતા.