District

સ્વચ્છતા અભિયાન અંતર્ગત દહેગામના સાંપા ગામની વાવની સફાઈ કરી ઢગલાબંધ કચરો કાઢવામાં આવ્યો

- “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનનો મંત્ર

- ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હવે ૧૫ ડિસેમ્બર સુધીલંબાવવામાં આવ્યું છે

દહેગામ, મંગળવાર

  સ્વચ્છતા હી સેવા અંતર્ગત આર્યુવેદ અધિકારીની ઉપસ્થિથિતિમાં  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામની વાવની સફાઇ કરવામાં આવી  હતી અને સફાઇ બાદ સાંપા ગામની વાવમાંથી  અંદાજે ૧૪ કિલોગ્રામ કચરાનો નિકાલ કરાયો હતો. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે ,કલોલ તાલુકાના સઇજ ગામે,તથા ગાંધીનગર તાલુકાના ડભોડા રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારની પણ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ગાંધીનગર જિલ્લાના કુલ 285 ગામોમાં બસ સ્ટેન્ડ ની સફાઈ કરવામાં આવી. તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા સદસ્ય અને અન્ય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા હતા

  ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત ગામોની સફાઇ,શાળામાં ચિત્રસ્પર્ધા અને સ્વચ્છતાના શપથ લેવાની કામગીરી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના ડભોડામાં રેલ્વે સ્ટેશનની પણ સફાઈ કરવામાં આવી હતી. જિલ્લા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઐતિહાસિક સ્થળોની સફાઈ સંદર્ભે ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતીમાં ગાંધીનગર તાલુકાની અડાલજ વાવની આસપાસ સફાઇ કરવામાં આવી. જેમાં સફાઇ કર્મચારી, એસ.બી.એમ સ્ટાફ તથા ગ્રામજનો જોડાયા

  સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો તથા વિવિધ સંસ્થાો દ્વારા સાફ સફાઈ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્યમાં સફાઈ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૨૫,૩૦૭ સફાઈ કામદારો અને ૩૩,૫૫૨ જેટલા નાગરિકો સાફ સફાઈ માટે જોડાયા હતા. જે દરમિયાન નાગરીકોએ ૫૫,૯૧૦ કલાક કામ કરીને કુલ ૧૧૨૦ ટન જેટલો કચરો એકઠો એકઠો કરી તેનો સુયોગ્ય નિકાલ કર્યો છે. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનનો મંત્ર હતો. ગાંધીજી વ્યકિતગત અને સામૂહિક રીતે સ્વચ્છતાના આગ્રહી રહ્યા હતા. પહેલા ઓક્ટોબર સુધી ચાલનારું આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હવે ૧૫ ડિસેમ્બર સુધીલંબાવવામાં આવ્યું છે. જન ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાને વેગ પકડ્યો છે અને બીજી બાજુ જનતા તરફથી પણ આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સ્વચ્છતા અભિયાન અંતર્ગત દહેગામના સાંપા ગામની વાવની સફાઈ કરી ઢગલાબંધ કચરો કાઢવામાં આવ્યો