
- મકાનની પાણીની ટાંકીમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ મળી આવ્યો
- બૂટલેગરને અગાઉથી જ પોલીસ રેડની જાણ થતાં ફરાર થઈ ગયો
મોડાસા, મંગળવાર
અરવલ્લી LCB ટીમે બાતમી આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. મોડાસાની સહયોગ ચોકડી પાસે આવેલ એકલીંગજી સોસાયટીના રહેણાંક મકાનમાં એક બુટલેગર દારૂનું વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી મળી હતી જે આધારે LCB ટીમે રેડ કરતાં બૂટલેગરને અગાઉથી જ રેડની જાણ થઈ ગઈ હોવાથી ફરાર થઈ ગયો હતો. મકાનની પાણીની ટાંકીમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 131 બોટલો મળી આવતા LCB ટીમ પણ ચોંકી ગઈ હતી. સમગ્ર મામલે બુટલેગર સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર અરવલ્લી LCB ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન સહયોગ ચોકડી પાસે પહોંચતા ખાનગી રીતે બાતમી મળી હતી કે, મોડાસાની સહયોગ ચોકડી પાસે આવેલ એકલીંગજી સોસાયટીમાં રહેતો મેહુલકુમાર નરેન્દ્રભાઇ જયસ્વાલ પોતાના રહેણાંક ધરે ગેરકાયદેસર અને વગરપાસ પરમીટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો સંતાડી રાખી તેનો વેપાર કરે છે જે આધારે પોલીસે મેહુલકુમારના ઘરે રેડ કરતાં ઘરે કોઈ હાજર મળી આવ્યું ન હતું. ઘરની પાછળના ભાગે અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં તપાસતા ગુપ્ત ખાનુ બનાવેલ જેમાં ભારતીય વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની ૪૭,૬૦૦ કિંમતની 131 છુટી બોટલો મળી આવી હતી. આ અંગે મોડાસા પોલીસ સ્ટેશનમાં મેહુલકુમાર નરેન્દ્રભાઇ જયસ્વાલ સામે ગુન્હો દાખલ કરી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં કરી વધુ તપાસ માટે તજવીજ હાથ ધરી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
