- યુવાન દીકરીની સારવાર કરાવી પરત ઘરે આવતા રસ્તામાં નડ્યો અકસ્માત
- અકસ્માત સર્જી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો
માલપુર, રવિવાર
માલપુરમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ્યાં દેવદાંતી ગામનો યુવાન દીકરીની સારવાર માટે સાઢુના મોટર સાયકલ પર સવાર થઈને માલપુર ખાતે ગયા હતા. સારવાર કરાવી જ્યારે પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે નવાઘરા ડેરીની સામે ચોકડી ઉપર પહોંચતા એક અજાણ્યો બાઇક ચાલક તેની બાઇક પૂરઝડપે ચલાવતા યુવાનના મોટર સાઇકલ સાથે અથડાઇ જતાં અકસ્માત થયો હતો. અકસ્માત સર્જી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. યુવાનની દીકરીને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું.