
- શખ્સે ઉછીના રૂપિયા પરત માંગી રાજસ્થાનના પરિવાર પર હુમલો કર્યો
- મૃતકની પુત્રીએ માતાના હત્યારા સામે ફરિયાદ દાખલ કરવી
વિજયનગર, મંગળવાર
રાજસ્થાનનો શ્રમજીવી પરિવાર વિજયનગરના વાંકડા ગામે રહીને મજૂરી કામ કરે છે ત્યારે શખ્સે ઘરે આવી ઉછીના લીધેલા રૂપિયા પરત માંગીને માથાકૂટ કરી હતી. જે બાદ છરી અને લાકડી વડે હુમલો કરીને મહિલા પર છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી હતી. બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે મૃતકની પુત્રીએ માતાના હત્યારા સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત અનુસાર મૂળ રાજસ્થાન અને હાલમાં વિજયનગરના વાંકડા ગામે રહેતા ઉષાબેન ભીમાભાઇ બે દિવસ પહેલા રાત્રિના સમયે પરિવાર સાથે ઝુંપડાની બહાર બેસ્યા હતા. દરમ્યાન કોડીયાવાડા ગામનો ભુપેન્દ્ર મગનભાઇ ડામોર તેમની પાસે આવીને પિતાને કહયું હતું કે ઉછીના લીધાં હતા એ રૂપિયા આપ તેથી ફરિયાદીના પિતાએ હાલ તેમની પાસે રૂપિયા ન હોવાનું જણાવતા ભુપેન્દ્ર ઉશ્કેરાઇને લાકડીથી પિતાને મારવા લાગતાં ઉષાબેન અને તેમની માતા બચાવવા વચ્ચે પડતાં ભુપેન્દ્રએ છરી કાઢી ત્રણેયને મારતા ઉષાબેન તેમની દીકરીને લઈને બાજુની ઝુંપડીમાં સંતાઈ ગયા હતા. હુમલો કરી ભુપેન્દ્ર ફરાર થઈ ગયો હતો જે બાદ ઉષાબેન પરત ઘરે આવીને જોતાં માતા-પિતા લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને માતાને છરીથી ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ કુટુંબીઓને કરતાં તેઑ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે ઉષાબેને માતાની હત્યા કરનાર ભુપેન્દ્ર સામે ચિઠોડા પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે) ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
