- શખ્સે બાઇકની કિંમત 5000 રૂપિયા લીધા બાદ પણ બાઇકના દસ્તાવેજ ન આપ્યા
- બોલાચાલી, ઝઘડો કરીને ધાક ધમકી આપતા બે સામે ફરિયાદ
ઇડર,રવિવાર
ઇડરના સુરપુર ગામે શખ્સ પાસેથી યુવકે બાઈક વેચાણ માટે લીધું હતું જો કે શખ્સે બાઇકની કિંમત 5000 રૂપિયા લીધા બાદ પણ બાઇકના દસ્તાવેજ અને RCC બુક ન આપતા આ અંગે યુવક પૈસા પરત આપે થવવા તો બાઇકના દસ્તાવેજ આપી દેવા અંગે શખ્સને જણાવતા શખ્સે યુવક સહિત તેના ભાઈને માર માર્યો હતો. બોલાચાલી, ઝઘડો કરીને ધાક ધમકી આપતા બે સામે ઇડર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર