- આઠમે ભક્તો મંદિરની 108 પ્રદક્ષિણા કરશે
- અષ્ટમીના હવનનો પ્રારંભ થશે સાંજે પુર્ણાહુતી થશે
ખેડબ્રહ્મા, બુધવાર
શારદીય નવરાત્રીનુ પર્વ શરુ થઇ ગયુ છે. ત્યારે આજે ચોથી નવરાત્રીએ ભક્તો માઁ દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરશે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજીના મંદિરે નવરાત્રી નિમિત્તે દૂર દૂરથી માઈ ભક્તો પધારી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. માતાજીના મંદિરે નવરાત્રીની આઠમે સવારે ભક્તો માતાજીના મંદિરની 108 પ્રદક્ષિણા કરશે. જેને લઈને માતાજીની મંગળા આરતી સવારે 6 કલાકે થશે. તો બપોરે અષ્ટમીના હવનનો પ્રારંભ થશે સાંજે પુર્ણાહુતી થશે.