- ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
- ડુંગરપુર પોલીસ અકસ્માત સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
ભિલોડા,રવિવાર
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારો અકસ્માતથી અરેરાટી વ્યાપી છે. જીપ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જીપ પલટી ખાઈ જતા ઉપર ટ્રક ફરી વળી હતી. જેને લઈ જીપમાં સવાર મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી છે, બનાવમાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે બીછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.