- પરિણીતાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી
- પોલીસે ફરિયાદ આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
પ્રાંતિજ , શુક્રવાર
હજી પણ કેટલાક લોકોના મનમાંથી દહેજનું દૂષણ દૂર ન થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને તેને જ પરિણામે ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દહેજ માટે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે ત્યારે દહેજ ભૂખ્યા સાસરિયાઓનો વધુ એક કિસ્સો પ્રાંતિજમાંથી સામે આવ્યો છે. જ્યાં દહેજમાં ટી.વી તેમજ એ.સી અંગે માંગણી કરીને પતિ સહિત સાસુ, સસરાએ પરિણીતાને અવાર નવાર માનસિક અને શારીરિક ત્રાસ આપી અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.