District

બાયડ- ધનસુરા હાઈવે પરથી રાજસ્થાનથી લાવવામાં આવતો વિદેશી દારૂ ઝડપાયો

બાયડ- ધનસુરા હાઈવે પરથી રાજસ્થાનથી લાવવામાં આવતો વિદેશી દારૂ ઝડપાયો

- વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની ૧૩૬ બોટલો મળી આવી 
- બાયડના શખ્સોએ દારૂ મંગાવ્યો હોવાની ઝડપાયેલ ઇસમની કબૂલાત 

બાયડ, સોમવાર 

  નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી બાયડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે  બાતમી આધારે પોલીસે રાજસ્થાનમાંથી ઇકો ગાડીમાં લાવવામાં આવતો વિદેશી દારૂ બાયડ- ધનસુરા હાઈવે ઉપરથી ઝડપી લીધો છે. આ અંગે પોલીસે વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની ૧૩૬ બોટલો જપ્ત કરી 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાડીના ચાલકે પૂછપરછમાં બાયડના શખ્સોએ દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત આપી છે. 

Embed Instagram Post Code Generator

  મળતી વિગત અનુસાર બાયડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં નવરાત્રીના તહેવાર નિમિત્તે પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે એક ઈકો ગાડીનો ચાલક ઈકો ગાડીમાં ગુપ્ત ખાનામાં વિદેશી દારૂ ભરી લાવી બાયડ તરફ આવનાર છે જે આધારે પોલીસે બાયડ- ધનસુરા હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી સઘન તપાસ કરતાં બાતમી વાળી ઇકો કાર આવતી જણાતા પોલીસે તેને અટકાવી ચાલકનું નામ પૂછતાં પુંજીલાલ ફુલાજી ભગોરા રહે.દેવપુરા તા.બીચ્છીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)નો હોવાની ઓળખ આપી હતી. જે બાદ તલાસી લેતા ગાડીમાંથી ૩૦,૭૭૫ની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની ૧૩૬ બોટલો મળી આવી હતી. દારૂ અંગે ઝડપાયેલ ઇસમ સાથે પૂછપરછ કરતાં વિદેશી દારૂ કૌશલ જગમાલજી અહારી રહે.ચુંડાવાડા તા.બીચ્છીવાડા જી.ડુંગરપુ૨ (રાજસ્થાન)એ ગાડીમાં ભરી આપ્યો અને બાયડ ભુખેલ રોડ ખાતે રહેતા શંકર ગંગારામ સલાટ તથા સુરજ ગંગારામ સલાટને આપવાનો હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર મામલે બાયડ પોલીસે દારૂ, ગાડી સહિત ૩,૩૦,૭૭૫નો મુદ્દામાલ જ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો