- ભિલોડા વન વિભાગના બાહોશ કર્મચારીઓ ધ્વારા મહાકાય બે અજગરોનું રેસ્ક્યુ કરાયું
- બન્ને અજગરોને નિર્જન જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કર્યા
- ખેડૂતો, પશુ-પાલકો, શ્રમજીવીઓ સહિત ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
ભિલોડા, બુધવાર
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવા માસ દરમિયાન અસહ્ય બાફ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે ગરમીનો પ્રકોપ દિન-પ્રતિ-દિન વધતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.દિવસે દેહ દઝાડતી ગરમી અને રાત્રી દરમિયાન સામાન્ય ઠંડક રહેતા સીમ વિસ્તારોમાં ઝેરી-જીવજંતુઓ ઠેર-ઠેર ફરતા જોવા મળે છે.સીમ વિસ્તારોમાં આવેલા ખેતરોમાં મહાકાય અજગરો અને સાપ સહિત ઝેરી-જીવજંતુઓ ઠેર-ઠેર જોવા મળતા ખેડુતો, પશુ-પાલકો, શ્રમજીવીઓ સહિત પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ખેતરોમાં ઝેરી સાપ ખેડૂતો ને દંશ દેતા હોય ત્યારે અમુક ખેડૂતોના અકાળે મોત નિપજતા હોય છે.ખેતરોમાં કામકાજ કરતા ખેડૂતો અને શ્રમજીવીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અરવલ્લી જીલ્લા વન વિભાગ, મોડાસા હેઠળ પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી ભિલોડા વન વિભાગના કાર્યક્ષેત્રમાં ગતરોજ રાત્રી દરમિયાન ૯.૦૦ કલાકે ઉબસલ ગામના સીમ વિસ્તારમાં અજગર જોવા મળ્યો હોવાની વાતો લોકમુખે ચર્ચાતા લોકોના ટોંળે-ટોંળા અજગર ને જોવા માટે એકત્રિત થઈ ગયા હતા.વનપાલ, વનરક્ષક તાબડતોડ સીમ વિસ્તારમાં પહોંચી ભારે જહેમત ઉઠાવી અજગર ને સલામત રીતે ઝડપી ક્ષણના કોથરામાં ભરી દીધો હતો.