- એક સપ્તાહ દરમિયાન 40,000 કરતાં વધુ મગફળીની બોરીની આવક થઈ
- ટીંટોઇ યાર્ડમાં 1500 બોરી મગફળીની આવક થઈ
મોડાસા, બુધવાર
અરવલ્લીમાં ચોમાસામાં 55હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે ગઈ કાલે મોડાસા યાર્ડમાં મગફળીની 3900 બોરીની આવક અને ટીંટોઇ યાર્ડમાં 1500 બોરી મગફળીની આવક થઈ છે. જી-24 મગફળીની હરાજીમાં રૂ. 1200 થી 1,563 સુધીના ઊંચા ભાવ બોલાયા હતા. જ્યારે મગફળી જી-20 ના 1100 થી 1211 જાહેર હરાજીમાં ઊંચા ભાવ બોલાયા હતા.