
- અગાઉ વાહન અથડાવવા અંગે બંને પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હતી
- યુવકે ચાર સામે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ધનસુરા, મંગળવાર
અરવલ્લીના ધનસુરા ગામે અગાઉ વાહન અથડાવવા અંગે થયેલા ઝઘડાની અદાવત રાખી ચાર લોકોએ યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. યુવક જ્યારે ખેતરમાં જઈ રહ્યો હતો ત્યારે એકલતાનો લાભ ઉઠાવી શખ્સો તેને લાકડીઓ લઈને મારવા માટે આવ્યા હતા જો કે યુવક જીવ બચાવી દોડીને ઘરે આવી જતાં શખ્સો તેના ઘરે સુધી પહોંચી ગયા હતા અને હાજર યુવકની માતા અને મામા સહિત પરિવારના સભ્યોને માર માર્યો હતો. જે મામલે યુવકે ચાર શખ્સો સામે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ધનસુરા ખાતે રહેતા પ્રકુલભાઇ મહાદેવભાઇ દેસાઇ અને તેમના ભાઇ નિતેષભાઇ માતા લલીબેન તથા મામા ઇશ્વરભાઇ શકરાભાઇ રબારીએ આશરે બે વર્ષ અગાઉ મોટર સાયકલ અથડાવાના કારણે બોલા ચાલી થઈ હોવાથી તેની અદાવત રાખી પ્રકુલભાઇ ગઈ કાલે ઘરેથી ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં માઝુમ નદી તરફ જવાના રસ્તા ઉપર જતા અચાનક સંદિપભાઇ ભલાભાઇ રબારી, ચરણભાઇ વાલજીભાઇ રબારી તેમની પાસે આવીને ગાળો બોલીને લાકડીઓ વડે માર મારવા લાગતા ફરિયાદી જીવ બચાવી દોડીને ઘરે આવી ગયા હતા. ત્યારબાદ સંદિપભાઇ ભલાભાઇ રબારી, ચરણભાઇ વાલજીભાઇ રબારી, ચેહોરભાઇ વશાભાઇ રબારી ફરિયાદીના ઘરની ઓસરીમાં લાકડીઓ લઇને આવતા પ્રકુલભાઇ ધરમાં જતાં ચેહોરભાઇ વશાભાઇએ લાકડી વડે તેમના પિતા મહાદેવભાઇ જયરામભાઇ રબારીને માથામાં મારતા તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. માતા લલીબેન રબારી તથા મામા મનુભાઇ વાહજીભાઇ રબારી વચ્ચે પડતા ઉપરોક્ત ત્રણેયે તેમની પર પણ હુમલો કર્યો હતો. બનાવને પગલે હોબાળો થતાં આજુબાજુના લોકો એકઠા થઈ જતાં ઉપરોક્ત તમામે જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. જે બાદ મહાદેવભાઇ, મનુભાઇ તથા નિતેષભાઇને સારવાર માટે 108 મારફતે જીતપુરથી વાત્રક ખાતે દવાખાને લઈ ગયા હતા.(તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
