District
પ્રાંતિજના ઝાલાની મુવાડી ગામે પહેલા નોરતે જ ગરબા રમવા મામલે માથાકૂટ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
16, October 2023
- દીકરીઓને અપશબ્દો બોલતા આ અંગે ઠપકો આપતા મામલો મારામારી સુધી પહોંચ્યો
- 13 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે
પ્રાંતિજ, સોમવાર
પ્રાંતિજના ઝાલાની મુવાડી ગામે નવરાત્રિના પહેલી રાત્રીએ જ માથાકૂટ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે જ્યાં ગરબા રમવા અંગે દીકરીઓને અપશબ્દો બોલતા કુટુંબી લોકોએ આ અંગે ઠપકો આપતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. શખ્સોના ટોળાંએ તલવારો અને લાકડિયો વડે હુમલો કરતાં બનાવમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે 13 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ છે.
મળતી વિગત અનુસાર પ્રાંતિજના ઝાલાની મુવાડી ગામે રહેતા હરેશભા રાજુભા પરમાર ગઈ કાલે નવરાત્રીનો તહેવાર હોવાથી રાતના દસ વાગ્યે ફળીયાના ચોકમાં ગરબા રમવા માટે કુંટુંબની દિકરીઓ તથા મોટા બાપાના દિકરા પંકજસિંહ પરમાર, જીજ્ઞેશસિંહ પરમાર, જયદીપસિંહ પરમાર તથા કુટુંબીભાઇ પરમાર તથા મહાવીરસિંહ બચુસિંહ પરમાર સહિત ગરબાના સ્થળે હાજર હતા. દરમિયાન ગામના કિશનસિંહ બલરામસિંહ ચૌહાણ, કનુજી ચેહરજી મકવાણા, અતુલર્સિહ પ્રતાપર્સિંહ મકવાણા, જીંદુસિંહ રામસિંહ ચૌહાણ, વાલસિંહ રામસિંહ ચૌહાણ, લાલસિંહ બબસિંહ ચૌહાણ, ભોપીનસિંહ બબર્સિંહ ચૌહાણ, (ભાણો)વિશાલસિંહ કિરણસિંહ ઠાકોર, દિલીપસિંહ ભીખુસિંહ ચૌહાણ, રાજેદ્નસિંહ લાલ્સિંહ ચૌહાણ, કરણસિંહ લાલસિંહ ચૌહાણ, વિપુલસિંહ સોમસિંહ ચૌહાણ, દશરથસિંહ રામસિંહ ચૌહાણ પણ ત્યાં હાજર હતા ત્યારે ગરબા રમવા આવતી-જતી તેમની કુંટુંબની દિકરીઓ જાતીય અભદ્ર ટિપ્પણી કરતા હોવાથી ફરિયાદીએ કેમ ગરબે રમવા આવતી દિકરીઓને આવા અભદ્ર શબ્દો બોલો છો કહેતા ઉપરોક્ત તમામ ઉશ્કેરાઇને બિભસ્ત ગાળો બોલી સાથે ઝઘડો કરવા લાગતા ફરિયાદી ગાળો બોલવાની અને ઝડઘો કરવાની ના કહેતા તમામે ઘરેથી તલવાર તથા લાકડીઓ લઇ આવી કનુજી ચેહરજી મકવાણાને તેમજ જીદુસિંહ રામસિંહ ચૌહાણે લાકડી વડે જીજ્ઞેશસિંહને અને વાલર્સિંહ રામસિંહ ચૌહાણે જયદીપસિંહને મારતા ફરિયાદીના મોટા બાપા પ્રવિણસિંહ પરમાર છોડાવવા વચ્ચે પડતા અતુલરસિંહે પ્રવિણસિંહને પણ લાકડી મારતા હોબાળો થયો હતો. બુમાબૂમ કરતાં કુટુંબના અન્ય લોકો દોડી આવતા ઉપરોક્ત તમામે આજે તો બચી ગયા પણ હવે એકલા મળશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી જતાં રહ્યા હતા. બનાવમાં જયદીપસિંહ, જીજ્ઞેશસિંહ અને પ્રવિણસિંહને ઇજાઓ થઈ હોવાથી તેમને 108 મારફતે હિંમતનગર સીવીલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ઉપરોક્ત 13 શખ્સો સામે હરેશભા પરમારે ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો