District

જાદરના અને અંબાજીના મેળામાં વધુ બસો દોડાવતા હિંમતનગર ST વિભાગની આવકમાં વધારો, બંને મેળાની 1.52 કરોડ આવક થઇ

જાદરના અને અંબાજીના મેળામાં વધુ બસો દોડાવતા હિંમતનગર ST વિભાગની આવકમાં વધારો, બંને મેળાની 1.52 કરોડ આવક થઇ

- હિંમતનગર ST વિભાગની આવકમાં વધારો
- ST વિભાગે 1.52 કરોડથી વધુની કરી કમાણી

હિંમતનગર, ગુરુવાર 

ભાદરવા માસમાં મેળાને લઈને રાજ્યની એસટી બસમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો હતો. જેને લઇને એસટી વિભાગની આવક પણ વધી. અંબાજીના મેળામાં જવા લોકો એસટીમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જેમાં હિંમતનગરમાં 1.52 કરોડથી વધુની આવક જોવા મળી છે. મુસાફરોની સંખ્યામાં વધારો થતા હિંમતનગર ST વિભાગીય કચેરી દ્વારા ST બસો મુકવામાં આવી હતી. જાદર મેળામાં ઇડર ST ડેપોમાં ગત વર્ષ કરતા આ વર્ષે ઓછી બસોમાં વધુ ટ્રીપો દોડીને આવક વધુ થઇ છે. તો ગત વર્ષે 28 ST બસો મુકવામાં આવી હતી. જે બસો દ્વારા 271 ટ્રીપો થઇ હતી. જેમાં 30,294 મુસાફરોએ મુસાફરી કરી હતી અને 4.91 લાખ આવક થઇ હતી. આ વર્ષે ઓછી બસો ટ્રીપો વધુ અને ઓછા મુસાફરોએ મુસાફરી કરતા આવક 5.97 લાખ આવક થઇ છે. જે ગત વર્ષ કરતા વધુ છે.  

Embed Instagram Post Code Generator

  ભાદરવા માસમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર ખાતેના ત્રણ દિવસના મેળામાં અને અંબાજી ખાતે યોજાયેલા સાત દિવસના મેળામાં ભક્તો માટે હિંમતનગર ST વિભાગીય કચેરી દ્વારા ST બસો મુકવામાં આવી હતી. જેમાં બંને મેળાની ST વિભાગને 1.52 કરોડ આવક થઇ હતી. તો જાદર ત્રિદિવસીય મેળામાં ગત વર્ષ કરતા આ વર્ષે ઓછી બસોથી વધુ ટ્રીપો થઇ અને આવક પણ વધુ થઇ છે. આ અંગેની વિગત એવી છે કે, દર વર્ષે ભાદરવા માસમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મુઘણેશ્વર મહાદેવનો ત્રીદિવસીય અને બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં સાત દિવસનો ભવ્ય મેળો યોજાય છે. ત્યારે જાદરના મેળામાં સાબરકાંઠા જિલ્લામાંથી ભક્તો આવે છે. તો અંબાજીના મેળામાં ગુજરાત સહિત વિવિધ સ્થળોમાંથી અંબાજી પગપાળા પદયાત્રીઓ જાય, સાથે સંઘો પણ વાજતે ગાજતે જાય છે. ત્યારે ભક્તો અને દર્શનાથીઓને મેળામાં જવા અને આવવા માટે હિંમતનગર ST વિભાગીય કચેરીના આઠ ડેપોમાંથી STની એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે. જેને લઈને ભક્તોને સલામતી સાથે મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.  ઇડરના જાદરમાં મુઘણેશ્વર મહાદેવ મંદિરે ત્રીદિવસીય મેળામાં ઇડર ST ડેપો દ્વારા 20 મીની ST બસ મુકવામાં આવી હતી. જેમાં 25,26,અને 27 સપ્ટેમ્બર દરમિયાન 20 ST બસો 574 ટ્રીપો કરી હતી. 23,970 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેને લઈને 5,97,263 આવક થઇ હતી. આ વર્ષે ઓછી બસોએ વધુ ટ્રીપોમાં આવક વધુ થઇ છે. બીજી તરફ અંબાજીનો 23થી 29 સપ્ટેબર દરમિયાનના સાત દિવસીય મેળામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના આઠ ST ડેપોમાંથી 268 ST બસો દોડીને 1476 ટ્રીપો લગાવી હતી. જેમાં 1,41,197 મુસાફરોએ મુસાફરી કરતા 1,46,92,123 આવક થઇ હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો