District

કળશ યાત્રા : હિંમતનગરના મહેતાપુરામાં મેરી માટી, મેરા દેશ અંતર્ગત યોજાઇ અમૃત કળશ યાત્રા

કળશ યાત્રા : હિંમતનગરના મહેતાપુરામાં મેરી માટી, મેરા દેશ અંતર્ગત યોજાઇ અમૃત કળશ યાત્રા

- ધારાસભ્યની ઉપસ્થિતિમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશયાત્રા યોજાઇ
- અમૃત કળશયાત્રામાં લોકોએ કળશમાં પોતાના વિસ્તારની માટી અને ચોખા મુકી કળશને નમન કર્યા હતા

હિંમતનગર, શુક્રવાર 

  હિંમતનગરના મહેતાપુરામાં આયોજિત મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું, લોકોમાં ઊઠેલી દેશભક્તિની લહેર અને મારી માટી- મારો દેશ થકી મળેલી અભૂતપૂર્વ સફળતા મળતા અમૃત કળશ યાત્રાનું  આયોજન કરવામાં આવ્યું છે. આ અમૃત કળશયાત્રામાં સૌ જોડાઇને દેશની એકતા,અખંડીતતામાં સહભાગી બનીએ તેવી લોકલાગણી પ્રવર્તી હતી. 

Embed Instagram Post Code Generator

  તે અંતર્ગત મારી માટી-મારો દેશ નિમિત્તે ધારાસભ્ય વી.ડી ઝાલા અને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં શુક્રવારે અમૃત કળશયાત્રા હિંમતનગરના મહેતાપુરા ખાતે યોજાઇ હતી. આ યાત્રામાં ધારાસભ્ય વી.ડી ઝાલાએ જણાવ્યું હતું કે, અગાઉ સૌ દેશ, રાજ્ય તથા જિલ્લાના લોકોએ મારી માટી- મારો દેશ થકી પ્રબળ રાષ્ટ્રભાવના વ્યક્ત કરી છે. તેમજ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ જણાવ્યું હતું કે અમૃત કળશયાત્રા ગ્રામ્ય તેમજ શહેરીજનોની રાષ્ટ્રભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેમજ રાજ્યના તમામ વિસ્તારની માટી દેશના પાટનગર ખાતે ભેગી કરીને સમગ્ર દેશની એકતા કાયમી બની રહે તે માટે રાષ્ટ્રભાવના મજબૂત કરવાનો છે. અમૃત કળશયાત્રા દરમિયાન સમાજના તમામ વર્ગો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે તે માટે જુદા જુદા સ્થળે મહિલા સંમેલન, બક્ષીપંચ સંમેલન, અનુસૂચિત જાતિ સંમેલન, યુવા સંમેલન, અનુસૂચિત જનજાતિ સંમેલન, ખેડૂતો પશુપાલકો સંમેલન તેમજ લઘુમતી સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવશે.અમૃત કળશયાત્રા આગામી 30 તારીખ સુધી યોજાશે. ગ્રામ્ય કક્ષાએ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, વોર્ડ કક્ષાએ, તાલુકા પંચાયત, રાજ્યકક્ષાએ તેમજ કેન્દ્ર કક્ષાએ નવી દિલ્હી ખાતે અમૃત કળશયાત્રા પહોંચશે.

  હિંમતનગરના મહેતાપુરામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા.  મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી હતી.તમામ ગ્રામ્ય વિસ્તારોની માટી એકત્રિત કરવા માટેના વિવિધ વિસ્તારોમાં આ કળશ યાત્રાઓ યોજવામાં આવી હતી. હિંમતનગરના મહેતાપુરા ખાતે યોજાયેલી અમૃત કળશયાત્રામાં લોકોએ કળશમાં પોતાના વિસ્તારની માટી અને ચોખા મુકી કળશને નમન કર્યા હતા.આ કળશયાત્રામાં નગરપાલિકા પ્રમુખ વિમલભાઇ ઉપાધ્યાય, આરોગ્ય સમિતીના ચેરમેન રાકેશભાઇ પટેલ,નગરપાલિકા કારોબારી સમિતીના ચેરમેન, પ્રાંત અધિકારી જયંત કિશોર, હિંમતનગર મામલતાદાર અંકિતભાઇ પટેલ,નગરપાલિકા ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.હિંમતનગરમાં શહેર મહિલા મોરચા દ્વારા કળશયાત્રા યોજાઈ હિંમતનગર શહેર મહિલા મોરચા દ્વારા શુક્રવારે હિંમતનગરમાં વોર્ડ નં 5 ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, શહેર સંગઠન પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, નગરપાલિકા પ્રમુખ પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ, સદસ્યો તેમજ મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો હાજર રહી હતી.તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા કળશયાત્રા યોજાઈ. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો