- ઈડરમાં TET અને TAT પાસ ઉમેદવારોએ રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર
- જ્ઞાન સહાયક યોજના બંધ કરી શિક્ષકોની કાયમી ભરતી કરો : આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી
ઇડર, રવિવાર
રાજ્યભરમાં જ્ઞાન સહાયકોની ભરતીને લઈને TET-TAT પાસ ઉમેદવારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં ન લાવીને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં પણ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો.ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં. ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવા માટેનો નિર્ણય લેવાયો છે, જેને લઇને સરકાર દ્વારા મેરીટ લીસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર