- બનાવને પગલે પશુપાલકો અને સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા
- ઘાયલ પશુઓની સારવાર આપવામાં આવી
ઇડર, સોમવાર
અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ ઇડરમાંથી સામે આવ્યો છે જ્યાં ભેટાલી પાટિયા પાસેથી પસાર થઈ રહેલી અંબાજી-હિંમતનગરના બસના ચાલકે 10 પશુઓને અડફેટે લેતા ત્રણ પશુના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 7 પશુઓ ગંભીર રીતે ઘાયલ થતાં આજુબાજુના લોકો દોડી આવતા પોલીસ અને 1962 ની ટીમને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે પહોંચી ઘાયલ પશુઓની સારવાર આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઇડરના ભેટાલી પાટિયા પાસે એસટી બસના ચાલકે 10 પશુઓને અડફેટે લીધા હતા. ઈડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર અંબાજી-હિંમતનગર બસ નંબર જીજે 18 ઝેડ 1299ના ચાલકે 10 જેટલા પશુઓને અડફેટે લીધા હતા. જેમાં અકસ્માતમાં 3 પશુઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને અન્ય 7 પશુઓને ઈજાઓ પહોંચી હતી. પશુપાલકો અને સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાવને પગલે જાદર પોલીસ અને વેટનરી ડોકટર અને 1962 ની ટીમને જાણ કરવામાં આવી હતી. જાદર પોલીસ અને હિંમતનગર એસટી ડેપો મેનેજર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વેટનરી ડોકટર અને 1962 ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઘાયલ પશુઓની સારવાર આપી હતી. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો