
- પરિવાર શ્રાદ્ધની વિધિ માટે ચીબોડા ગામે આવ્યો હતો
- તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત મત્તા ચોરી ગયા
ભિલોડા, ગુરુવાર
ભીલોડાના ચીબોડા ગામેથી ચોરીની ઘટના સામે આવી છે જ્યાં વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બંધ મકાનના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત 1.80 લાખની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પરિવાર શ્રાદ્ધની વિધિ પતાવી પરત ઘરે આવતા ચોરી થયાનું માલૂમ પડતાં આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ દાખલ કરાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
મળતી વિગત અનુસાર મોડાસા ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતાં ચંન્દ્રપાલસિંહ દિલીપસિંહ ચંપાવત પિતાજીનું શ્રાધ હોવાથી મોડાસાથી ભીલોડાના ચીબોડા મુકામે આવ્યા હતા. જે બાદ વિધિ પૂર્ણ કરી પરત મોડાસા ખાતે આવ્યા હતા. બીજા દિવસે જ્યારે ચીબોડા ગામના ઘરે આવતા ઘરના મુખ્ય ગેટના દરવાજાના લોકનો નકુચો તુટેલો જોવા મળતા તેમની ઘેર હાજરીમાં કોઈ ઘરમાં પ્રવેશ કર્યો હોવાનું જણાતા તેમણે કુંટુબી માણસોને બોલાવી ઘરનો દરવાજો ખોલી મકાનમાં જતાં સેન્ટર લોક તુટેલ હાલતમાં હતું જેથી તપાસ કરતાં ઘરમાં મુકેલ ત્રણ પતરાની પેટીઓ તુટેલી હાલતમાં પડી હતા. અને બેડ રૂમમાં કપડા અસ્ત વ્યસ્ત હતા. મંદીરવાળા રૂમમાં તેજોરીની અંદર તપાસતા ચાંદીનુ નારીયેલ-૦૧, ચાંદીની કંકાવટી નંગ-૦૧, ચાંદીની સોપારી નં.૦૫, ચાંદીની ગણપતિની મુર્તી નંગ.૦૧, ચાંદીની લક્ષ્મીજીની મુર્તિ નંગ.૦૧, ચાંદીના છડા અગીયાર જોડી તથા ચાંદીના મોટા છડા(રમજોડા) નંગ.૦૨, ચાંદીના ગ્લાસ નંગ.૦૩, ચાંદીની ટ્રેનંગ.૦૧, તથા ચાંદીની લગડી નંગ.૦૨, ચાંદીના જુના સીક્કા નંગ.૧૨ તથા સાબરડેરીના સીક્કા નંગ.૦૮, સોનાની વીટી નંગ.૦૧, બુટ્ટી નંગ.૦૧ જોડ તથા રોકડ રૂ ૨૦૦૦ મળી કુલ 1,80,000 લાખની મત્તા ચોરી થયાનું સામે આવતા તેઓ ચોંકી ગયા હતા. જે મામલે તેમણે અજાણ્યા ઈસમ સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
