District

 હિંમતનગરમાં કરુણા અભિયાન અંતર્ગત 1962 કરુણા એનિમલ ટીમે 72 મહિનામાં 16 હજાર પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરી

 હિંમતનગરમાં કરુણા અભિયાન અંતર્ગત 1962 કરુણા એનિમલ ટીમે 72 મહિનામાં 16 હજાર પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરી

- કરુણા એનિમલ હેલ્પલાઇન 1962 એ પોતાના 6 વર્ષ પૂર્ણ કર્યાં
- બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલી આ સેવા હિંમતનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ

હિંમતનગર, શનિવાર 

  ગુજરાત સરકાર દ્વારા ચાલતી કરુણા એનિમલ હેલ્પલાઇન 1962 એ પોતાના 6 વર્ષ પૂર્ણ કર્યાં છે. સમગ્ર રાજ્યમાં કુલ 37 જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ હેલ્પલાઇનમાં રખડતા પશુ-પક્ષીઓ કે જેના કોઈ માલિક નથી, રોડ એક્સિડન્ટમાં કે કોઈ પ્રકારે ઈજા પામેલ હોય અથવા અન્ય કોઈ રીતે ઘાયલ થયેલ હોય તેવા અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવે છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આશરે 5,75,411 જેટલા જીવો બચાવ્યા છે. અમદાવાદ જિલ્લામાં આશરે 62,064 જેટલા જીવો આ સેવા દ્વારા બચાવાયા છે. ત્યારે હિંમતનગરમાં સેવા આપતી 1962એ 72 મહિનામાં 16 હજારથી વધુ પશુ પક્ષીઓને સારવાર આપી છે..ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સાબરકાંઠાના હિંમતનગરમાં 1962 પર કોલ કરો એટલે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોચી જાય છે. હિંમતનગરમાં સેવા આપતી 1962એ 72 મહિનામાં 16 હજારથી વધુ પશુ પક્ષીઓને સારવાર આપી છે. ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠાના જિલ્લામાં હિંમતનગરમાં 6 વર્ષ પહેલા એક કરુણા એનીમલ એમ્બ્યુલન્સ 1962 કાર્યરત કરાઈ હતી. તમે જ્યારે 1962 પર કોલ કરો એટલે સ્થળ પર આવી પહોંચે છે. બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલી આ સેવા હિંમતનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. હિંમતનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા 72 મહિનામાં શ્વાન-5399, ગાય-2996, બિલાડી- 4883, કબૂતર-2505, વાંદરા-1, બકરી- 57, પોપટ-43, મરઘાં-250, કોયલ-28, ભેસ-27, ખિસકોલી-47, મોર-7, સસલા-37, ઉંટ-16, ઘોડા-23, કાગડા-105 અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ 16,006 પશુ-પક્ષીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962માં તાલીમબદ્ધ કર્મચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી સજ્જ હોય છે. આ એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હોય છે. બિન વારસી પશુ-પક્ષી ઘાયલ હોય તો 1962 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં તાત્કાલિક સ્થળ પર નાના-મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે.

  આ અંગે જીવદયા પ્રેમીએ જણાવ્યું હતું કે, જયારે પણ કોઈ ગાયને અકસ્માત થાય અથવા બીમાર પડે એટલે અમને જાણ થાય. ત્યારે અમારા જીવદયા પ્રેમી ટીમના મિત્રો તાત્કાલિક સ્થળ પર પહોંચી જાય છે. ત્યાર બાદ પ્રાથમિક સારવાર આપ્યા બાદ 1962ને કોલ કરીને તેમને બોલાવવામાં આવે છે. ઉપરાંત સેવા આપતી 1962 કરુણા એમ્બ્યુલન્સના તબીબ અને ચાલક રાત્રે જરૂર પડે ત્યારે અમારી ટીમ સાથે જોડાય છે. જેને લઈને એક મહત્ત્વની મદદ તેમના દ્વારા મળતી હોય છે. કરુણા દિવસેને દિવસે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન વિશે લોકો માહિતગાર થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો થઈ શકે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 હિંમતનગરમાં કરુણા અભિયાન અંતર્ગત 1962 કરુણા એનિમલ ટીમે 72 મહિનામાં 16 હજાર પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરી