District

 સેવા હી સ્વચ્છતા અભિયાન અંતર્ગત હિંમતનગરમાં રોજ 8 કલાક છ દિવસ 9 વોર્ડમાં સફાઈ કરાશે

- હિંમતનગરમાં શુક્રવારથી છ દિવસ શહેરના 9 વોર્ડમાં રોજના આઠ કલાક મહાસફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું
- શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત કોમનપ્લોટ સહિતની વિવિધ જગ્યાએ સફાઈ કરવામાં આવશે

હિંમતનગર, શુક્રવાર 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘સ્વચ્છ ભારત અભિયાન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ગયું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતાં. "સ્વચ્છતા ત્યાં પ્રભુતા" એ ગાંધીજીનો જીવન મંત્ર હતો. આપણી આસપાસનો વિસ્તાર, બાગ-બગીચા, ધાર્મિક સ્થળ કે કોઈ પણ જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને ભારતને વધુને વધુ સ્વચ્છ બનાવવા આહ્વાન કર્યુ હતું. આ અભિયાનને આગળ લઈ જવું એ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સેવા હી સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છતા અભિયાન ગામે ગામ અને મહોલ્લે મહોલ્લે ચાલી રહ્યું છે. ત્યારે હિંમતનગરમાં આજથી રોજ આઠ કલાક છ દિવસ નવ વોર્ડમાં મહાસફાઈ અભિયાનનો પ્રારંભ ધાંણધા ખાતેથી હિંમતનગરના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિત વિવિધ સમિતિના ચેરમેનો અને પાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં કર્યો હતો.    ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર   

  2 જી ઓક્ટોબર ગાંધી જયંતીએ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એક કલાક દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલે સ્વચ્છતા માટેનું શ્રમદાન કર્યું હતું. ત્યાર બાદ હિંમતનગરને સ્વચ્છ કરવા માટેની બેઠક કરી સૂચન કર્યું હતું. સૂચન બાદ જિલ્લા કલેક્ટર નૈમેષ દવે અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત કર્મચારીઓની મહાસફાઈ અભિયાન માટે બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ 6થી 11 ઓક્ટોબર સુધી સેવા હી સ્વચ્છતા અભિયાન અતર્ગત મહાસફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરમાં શુક્રવારથી છ દિવસ શહેરના 9 વોર્ડમાં રોજના આઠ કલાક નામાંકિત કોન્ટ્રાક્ટરો અને પાલિકા દ્વારા મહાસફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો હિંમતનગરના ધાંણધા રેલવે ફાટક નજીક જિલ્લા કલેક્ટર નૈમિષ દવે, હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો અને સ્થાનિક વોર્ડના સદસ્યોની ઉપસ્થિતિમાં પૂજન કર્યા બાદ શ્રીફળ વધેરીને મહાસફાઈ અભિયાનનો હિંમતનગર શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત કોમનપ્લોટ સહિતની વિવિધ જગ્યાએ સફાઈ કરવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 સેવા હી સ્વચ્છતા અભિયાન અંતર્ગત હિંમતનગરમાં રોજ 8 કલાક છ દિવસ 9 વોર્ડમાં સફાઈ કરાશે