
- વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની ૭૭૮ બોટલ/ટીન મળી આવ્યા
- ૩.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ગુન્હો નોંધાયો
ખેડબ્રહ્મા,રવિવાર
બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અનેકોનેક કિમીયા અજમાવામાં આવતા હોય છે. આ તરફ પોલીસ દ્વારા પણ દારૂ ગુજરાતમાં ના ઘુસે તે માટે સરહદો પર સતર્કતા દાખવવામાં આવતી હોય છે ત્યારે હિંમતનગર એલ.સી.બી.ની ટીમે ગાડીમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર ચાલકને ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈને ગાડીમાંથી 1.17 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને ત્રણ સામે ગુન્હો નોંધ્યો છે.
મળતી વિગત અનુસાર હિંમતનગર એલ.સી.બી. ની ટીમ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૉચમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે એક નંબર વગરની ઇકો ગાડીમાં એક ઇસમ રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મામેર થઇ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ તરફ આવનાર છે જે આધારે પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ આગળ રોડ ઉપર નાકાબંધી કરતાં દરમિયાન બાતમી વાળી ગાડી મામેર તરફથી આવતી જણાતા રસ્તો બ્લોક કરી ગાડીનો ચાલક ભાગવા માટે જતાં એલ.સી.બી. ની ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. ઝડપાયેલ ઈસમનું નામ પૂછતાં મુબારીકબક્ષ રહેમાનબક્ષ વજીરબક્ષ મનસુરી ઉ.વ.૩૬ (રહે.ડબોક ન્યુ હોસ્પીટલ પાછળ તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાન)નો હોવાની ઓળખ આપી હતી. ટીમે ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ પ્રકારની ૧,૧૭,૬૦૬ની કિંમતની ૭૭૮ બોટલ/ટીન મળી આવ્યા હતા. દારૂ અંગે ઝડપાયેલ ઈસમ સાથે પૂછપરછ કરતાં સેલ્સમેન કેસરીસિંહ અને બેચનરજી બળદેવજી ઠાકોર (બંને મહેસાણા)ની દારૂની હેરાફેરીમાં સંડોવણી હોવાનું ખૂલ્યું છે. આ અંગે પોલીસે દારૂ, મોબાઈલ સહિત ૩,૧૮,૧૦૬નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
