- ભાવનગરની એકમાત્ર એવી માહી પ્રોસેસિંગ યુનિટના દૂધના નમૂના ફેલ થયા
- ડેરીના દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યુ
ભાવનગર, મંગળવાર
ભાવનગરની એકમાત્ર સૌથી મોટી માહી પ્રોસેસિંગ યુનિટના દૂધના નમૂનામાં ફેલ થયા છે. આરોગ્ય માટે લાલ બતી કહી શકાય તેવી ગંભીર બેદરકારી બલ્બ મિલ્ક ચીલીંગ સેન્ટર એટલે કે માહી ડેરીની બહાર આવી છે. માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ ગયા છે. ડેરીના દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યુ છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં આ નમૂના ફેલ આવ્યા છે. હાલ રિપોર્ટ બાદ માહી ડેરી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2022માં માહી ડેરીના બલ્બ મિલ્ક ચીલીંગ સેન્ટરમાંથી નમૂના લેવાયા હતા. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીનનું પ્રમાણ મળ્યું છે. આલ્ફા ટોક્સીનની વધુ માત્રા આરોગ્ય માટે ગંભીર ગણાય છે. આ ડેરીમાંથી સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નમુના લેબમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે સામે માહી ડેરી દ્વારા રિપોર્ટને ચેલેન્જ કરતા કેન્દ્રની સરકારી લેબમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રીપોર્ટમાં આરોગ્ય માટે ગંભીર બાબત ગણી શકાય તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં મળી આવી હતી. ભાવનગરમાં મેન્યુફેક્ચરિંગ કરીને દૂધનું સપ્લાય કરવામાં આવતું હતું. જે રિપોર્ટ બાદ સિનિયર ફૂડ સેફટી અધિકારી દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લગભગ એક દાયકા પહેલા નવી પેઢીના સહકારી સંકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી હતી. તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. માહી પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી પરંતુ હવે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધારવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. હાલમાં માહી ડેરી જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર પંથક, દેવભૂમિ દ્રારકા સહિત 11 જિલ્લાના 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641 સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022માં માહી ડેરીએ તેની ઘી બ્રાન્ડ – ગીર અમૃત – તેના પ્રવાહી દૂધ, દહીં, છાશ, પનીર, શ્રીખંડના ઉત્પાદન પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો રજૂ કર્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો