- ભાંગ અને ગાંજાની આ ચોકલેટમાં વાસ નથી આવતી
- બાળકોને સરળતાથી આ ચોકલેટ દ્વાર નશાના બંધાણી બનાવાય છે
જામનગર, સોમવાર
રાજ્યમાં નશાનો વેપલો મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને નશો કરાવનારા નશાના દ્રવ્યોને ગમે તેમ કરીને રાજ્યમાં ઘૂસાડતા હોય છે. રાજ્યમાં ડ્રગ્સ પેડલર પણ મોટી સંખ્યામાં વધ્યા છે.અને અવારનવાર નશાકારક સિરપના જથ્થા પણ ઝડપાય છે. જોકે હવે તો નશો થાય તેવી ચોકલેટ ઝડપાતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. કારણ કે આ પ્રકારની ચોકલેટથી બાળકોને સરળતાથી નશાના બંધાણી બનાવાય છે અને યુવાધન પણ નશાનો શિકાર બન ે છે પહેલા તો નશાકારક પીણી આયુર્વદિક દવાના નામે વેચાતા હતા પરંતુ હવે નશાનો કાળો કારોબાર ચોકલેટ દ્વારા થતો હોવાની માહિતી બહાર આવી છે