Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સો.મીડિયા પર પતિ રાજ કુન્દ્રા સાથે એક વીડિયો શેર કર્યો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સો.મીડિયા પર પતિ રાજ કુન્દ્રા સાથે એક વીડિયો શેર કર્યો

- બંને શિરડી સાંઈ બાબા મંદિરમાં બાબાના આશીર્વાદ લેતા જોવા મળ્યા

- છેલ્લા ઘણા મહિનાઓથી શિલ્પાએ રાજ સાથે એક પણ પોસ્ટ શેર કરી નથી

મુંબઈ, ગુરુવાર

  બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. બુધવારે અભિનેત્રીએ પતિ રાજ કુન્દ્રા સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બંને શિરડી સાંઈ બાબા મંદિરમાં બાબાના આશીર્વાદ લેતા જોવા મળે છે. આ વર્ષે પતિ રાજ કુન્દ્રા સાથે શિલ્પાની આ પહેલી પોસ્ટ છે. છેલ્લા ઘણા મહિનાઓથી શિલ્પાએ રાજ સાથે એક પણ પોસ્ટ શેર કરી નથી.

  વીડિયોમાં શિલ્પા શેટ્ટી મરૂન સૂટ પહેરેલી જોવા મળી રહી છે. મેચિંગ જ્વેલરી અને બ્લેક કલરનું માસ્ક જોવા મળે છે. બીજી તરફ રાજ કુન્દ્રા ગ્રે કલરનો કુર્તો પહેરેલો જોવા મળે છે. શિલ્પા અને રાજ બંને એકસાથે ઉભા રહીને સાઈ બાબાના આશીર્વાદ લેતા જોવા મળે છે. વિડિયો શેર કરતા શિલ્પાએ કેપ્શનમાં લખ્યું, "સબકા માલિક એક, શ્રદ્ધા અને સબુરી. ઓમ સાંઈ રામ."ગયા વર્ષે શિલ્પા શેટ્ટી પરિવાર સાથે ક્રિસમસ મનાવવા માટે મસૂરી ગઈ હતી. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અને ફોટો પોસ્ટ કર્યા છે. તેણે ફેન્સને પોતાના વેકેશનની ઝલક બતાવી. શિલ્પા લાંબા સમય પછી રાજ કુન્દ્રા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે મસૂરી ગઈ હતી. અહીંથી અભિનેત્રીએ પોતાનો જલેબી ખાતો વીડિયો શેર કર્યો છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સો.મીડિયા પર પતિ રાજ કુન્દ્રા સાથે એક વીડિયો શેર કર્યો