- ટેન્કરનો વાલ્વ બગડી ગયો હોવાથી પાણી ટપકતા ઇજનેર સાથે તકરાર થઈ હતી
- ગાંધીનગર સેક્ટર 21 પોલીસે ઇજનેર વિરુદ્ધ તપાસ શરૂ કરી
ગાંધીનગર શુક્રવાર
ગાંધીનગરમાં મેટ્રો રેલવેની કામગીરીમાં ફરજ ઉપરના ઇજનેર દ્વારા ટેન્કર ચાલકને વાલ્વમાંથી પાણી નીકળતું હોવાથી પાણી બંધ કરવાનું કહેતા ઈજનેર અને ટેન્કર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ઈજનરે ટેન્કરના ચાલકને અપશબ્દો બોલી લાફા ઝીંકી દેતાં આ મામલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ઇજનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.