- નોઈડાથી વારાણસી જઈ રહેલી બસ રવિવારે રાત્રે માઈલ સ્ટોન 20 પર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી
- બસમાં સવાર 34 મુસાફરો ઘાયલ થયા હતા
- તમામને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ફતેહાબાદમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9ની હાલત ગંભીર છે
નોઈડા, સોમવાર
નોઈડાથી વારાણસી જઈ રહેલી બસ રવિવારે રાત્રે માઈલ સ્ટોન 20 પર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. બસમાં સવાર 34 મુસાફરો ઘાયલ થયા હતા. તમામને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ફતેહાબાદમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9ની હાલત ગંભીર છે.ખાનગી બસ રવિવારે રાત્રે 9.30 વાગ્યે મુસાફરોને લઈને વારાણસી માટે નોઈડાથી રવાના થઈ હતી. રાત્રે 1.30 વાગ્યે બસ આગરા લખનૌ એક્સપ્રેસ વેના માઇલ સ્ટોન 20 પાસે પહોંચી. અહીં પહોંચતા જ બસ કાબુ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગયો હતો. એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર થંભી ગઈ હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર