District

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 3 મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે 1,646 કરોડ ફાળવ્યા 

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 3 મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે 1,646 કરોડ ફાળવ્યા 

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને સૈદ્ધાંતિક મંજૂરી આપી 
- મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે 1,646 કરોડ ફાળવ્યા 

ગાંધીનગર, સોમવાર 

  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યની 3 મહાનગરપાલિકાઓને શહેરી સડક અને આંતરમાળખાકીય સુવિધા વિકાસના તથા આગવી ઓળખના કામો માટે કુલ- 414 કામો માટે 1,646 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે કુલ 1,646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. 

Embed Instagram Post Code Generator

  વડોદરા મહાનગરપાલિકાએ 23-24 નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે 184.09 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા 23-24 નાં વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 101, સામાજિક આંતર માળખાકીય સુવિધાના 78, અર્બન મોબિલિટીના ૨૧ અને આગવી ઓળખના બે એમ 202 કામો માટે રૂપિયા 1029.55 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી 70.31 કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક - માર્ગોના 25 કામો માટે ફાળવવા અંગે કરી હતી.

  આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યૂટીફિકેશનના મળીને 138 કામો માટે 348.20 કરોડ રૂપિયાની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલું જ નહીં, જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્‍વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોડા - ભૂજીયા કોડા - ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે 13 કરોડ રૂપિયા રૂપિયાની દરખાસ્ત કરી હતી.

  જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્‍ડ કન્‍ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ 1.25 કરોડ રૂપિયાની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા આગવી ઓળખના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને 14.25 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને તેના કારણે ઉપસ્થિત થયેલા પડકારોને પહોંચી વળવા રાજ્યની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2009 માં શરૂ કરાવેલી યોજના છે. આ યોજનામાં મુખ્યત્વે રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો, હોસ્પિટલ, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા, રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, રિંગરોડ, ફ્લાય ઓવર બ્રિજ, હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ, સીટી બ્યૂટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-દર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ - મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને ત્વરાએ મંજૂરી આપવાનો અભિગમ અપનાવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો