District

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નામે COD ફ્રોડ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નામે COD ફ્રોડ

- અલગ અલગ જિલ્લાઓમાં ભાજપના નેતાઓ શિકાર બન્યા

- 1500 રૂપિયામાં કેશ ઓન ડિલિવરીમાં આવેલ પાર્સલ મામલે પ્રદેશમાંથી કાર્યકર્તાઓને એલર્ટ કરવામાં આવ્યા

ગાંધીનગર, શનિવાર

  ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના નામે COD ફ્રોડને લઈને ચકચાર મચી છે. રાજ્યમાં અનેક નેતાઓના ઘરે પ્રદેશ અધ્યક્ષના નામે કેશ ઓન ડિલિવરી પાર્સલ પહોંચ્યું હતું. 1500 રૂપિયા આપીને પાર્સલ રિસીવ કરવાનું કહેતા નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે નેતાઓએ પ્રદેશ અધ્યક્ષની કચેરીએ તપાસ કરતા આવો કોઈ જ પાર્સલ મોકલવામાં આવ્યું ન હોવાનું જણાવવામાં આવતાં ફ્રોડ કરવાનો એક નવો કિમીયો હોવાનું ધ્યાને આવ્યું હતું.

  રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભાજપના મહિલા નેતાઓ તેમજ અન્ય કેટલાક જાણીતા ચહેરાઓના ઘરે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નામે એક પાર્સલ પહોંચ્યું હતું. પ્રદેશ અધ્યક્ષના નામે આવેલા પાર્સલને લઈને નેતાઓ ચોંકી ઉઠ્યા હતા. જોકે આ પાર્સલ કેશ ઓન ડિલિવરી હતું. નેતાઓને 1500 રૂપિયા ચૂકવીને પાર્સલ સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આટલા મોટા ગજાના નેતા કેશ ઓન ડિલિવરી સાથે પાર્સલ મોકલે તે વાત નેતાઓના ગળે ઉતરી ન હતી. જેથી ભાજપના નેતાઓ દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ તપાસ કરવામાં આવતા આવું કોઈ જ પાર્સલ મોકલવામાં આવ્યું ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામે ઠગ ટોળકી દ્વારા આ COD ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ બાબતે પોલીસને જાણ કરવાની સાથે સાથે કક્ષાએ પણ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. આ બાબત સી.આર. પાટીલના ધ્યાને આવતા તેઓએ તુરંત જ પોતાની કચેરીથી તમામ કાર્યકર્તાઓ માટે એક મેસેજ વાયરલ કર્યો હતો અને પાર્સલ ન સ્વીકારવા તમામને સૂચિત કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષના નામે ઠગાઈનો નવો કિમીયો કરનાર અને ભાજપના જ કાર્યકર્તા અને નેતાઓને ટાર્ગેટ કરનાર ઈસમોની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

કાર્યકર્તાઓને મેસેજ મોકલી સતર્ક કરાયા : અગત્યની સૂચના/જાહેરાત
  ભારતીય જનતા પાર્ટી - ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અથવા તેમના કાર્યાલય દ્વારા કોઈ પણ પદાધિકારી કે કાર્યકર્તાને કોઈ પણ પ્રકારનું પાર્સલ મોકલવામાં આવ્યું નથી. જેથી તમામ કાર્યકર્તા ને જણાવવાનું કે પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ જી ના નામે આવેલ Cash on Delivery  પાર્સલ સ્વીકારવું નહીં. એટલેકે પાર્સલ ની ડિલિવરી સમયે પૈસા માંગે એવા કોઈ પણ પાર્સલ લેવા નહિ, પરત મોકલવું.ભારતિય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નામે COD ફ્રોડ