District

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીના આયોજન સહિતના મુદ્દે થશે ચર્ચા
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીના આયોજન સહિતના મુદ્દે થશે ચર્ચા
 

- આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં બે મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
- એક છે અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચ અને બીજો મુદ્દો છે નવરાત્રિ

ગાંધીનગર, ગુરુવાર 

  આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીમાં આરોગ્ય વિભાગના આયોજન સંદર્ભે ચર્ચા થશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે, પરંતુ ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું. આ બેઠકમાં રાજ્યના વિકાસના કામો, સરકારના આયોજનો, વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ અને સરકાર સામેના પડકારો અંગે વિગતવાર ચર્ચા કરીને તે અંગે ફાઈનલ નિર્ણય લેવામાં આવતો હોય છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં પણ આવા જ બે મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાંથી એક છે અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ અને બીજો મુદ્દે છે નવરાત્રિ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  આજે સીએમની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટની બેઠકમાં 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની મેચની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જેથી સ્ટેડિયમમાં અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસને પેટ્રોલિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આજની બેઠકમાં 15મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રીના પર્વને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે નવરાત્રી પહેલા જ અનેક વિસ્તારોમાંથી ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આજની કેબિનેટની બેઠકમાં 108ની ટીમોને ક્યાં ડિપ્લોય કરવી તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તો અતિવૃષ્ટિ સહાય સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીના આયોજન સહિતના મુદ્દે થશે ચર્ચા