- વેડામાં બોરકુવાના 16000 ની કિંમતના કુલ 32 મીટર કેબલ વાયરની ચોરી
- કલોલ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામે સીમમાં આવેલા બોરકુવા પર રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો ત્રાટક્યા હતા અને બંને જગ્યાએથી કુલ 32 મીટર કેબલ કાપી ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જે બાબતે બોર ઓપરેટરે કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.