Gujarat

રાજ્યમાં કેસ વધી રહ્યા છે, પરિસ્થિતિ બગડતી જાય છે : પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલ

રાજ્યમાં કેસ વધી રહ્યા છે, પરિસ્થિતિ બગડતી જાય છે : પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલ

- અત્યારે કોરોનાના કેસો સરવાળાની રીતે નહીં ગુણાકારની રીતે વધી રહ્યા છે, આ ઓમિક્રોનની ખાસિયત છે

- ઓમિક્રોનથી ડરવાનું જરૂર નથી એવું કોઈએ માની લેવું નહીં, તે ગમે ત્યારે ભયજનક અને જીવલેણ બની શકે છે

અમદાવાદ, સોમવાર

        રાજ્યમાં કોરોનાના કેસ અચાનક વધી રહ્યા છે ત્યારે ત્રીજી લહેર અંગે અચાનક ઉભી થયેલી પરિસ્થિતિ અને કેસની વધતી જતી સંખ્યા ચિંતાજનક છે. અત્યારે કોરોનાના કેસો સરવાળાની રીતે નહીં ગુણાકારની રીતે વધી રહ્યા છે, આ ઓમિક્રોનની ખાસિયત છે. હાલ સમગ્ર દેશમાં 1 લાખથી વધારે કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે.

        પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોઈએ ડરવાની જરૂર નથી , પરંતુ જાગૃત રહેવું જરૂરી છે. જો આપણે નિયમોનું પાલન કરીએ તો ડરવાની જરૂર નથી. પરંતુ જો આપણે નિયમોનું પાલન ન કરીએ , માસ્ક ન પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીએ, જાહેર મેળવડા કરીએ તો ડરવાનો પ્રશ્ર ઉભો થઈ શકે છે. નીતિન પટેલે કહ્યું હતું કે, દિલ્હીથી કેન્દ્ર સરકારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઓમિક્રોનથી ડરવાનું જરૂર નથી એવું કોઈએ માની લેવું નહીં, તે ગમે ત્યારે ભયજનક અને જીવલેણ બની શકે છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

રાજ્યમાં કેસ વધી રહ્યા છે, પરિસ્થિતિ બગડતી જાય છે : પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલ