- હમાસના હુમલા બાદ એક મહિલાની લાશ એક વીડિયોમાં જોવા મળી રહી
- હમાસના આતંકવાદીઓ આ લાશને પીક-અપ ટ્રકમાં અર્ધનગ્ન હાલતમાં રાખીને જશ્ન મનાવી રહયા
- 30 વર્ષની આ યુવતીની માતાનો એક ભાવુક મેસેજ હવે સામે આવ્યો છે
ઇઝરાયેલ, રવિવાર
હમાસ તરફથી કરવામાં આવેલા સૌથી મોટા આતંકવાદી હુમલામાં જર્મનીના 30 વર્ષીય ટેટૂ આર્ટિસ્ટનું મોત થયું છે. હવે આ મહિલાની માતાએ વીડિયો બનાવીને ભાવુક અપીલ કરી છે. આ મહિલાના મૃતદેહને આતંકીઓએ નગ્ન કરીને પરેડ કરાવી હતી. શનિવારે હમાસ દ્વારા ઈઝરાયેલ પર સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જે વીડિયો સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા હતા. આમાંથી એક વીડિયો એક મહિલાનો હતો જેની નગ્ન શરીરની હમાસના આતંકવાદીઓએ ગાઝામાં પરેડ કરી હતી. હવે આ 30 વર્ષની છોકરીની માતાનો એક ઈમોશનલ મેસેજ સોશિયલ મીડિયા પર આવ્યો છે. માતાની આ અપીલ સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. ઇઝરાયેલ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટા આતંકવાદી હુમલાનો સામનો કરી રહ્યું છે. હમાસે ગાઝાથી તેના પર 5000 રોકેટ છોડ્યા અને તેમાં સેંકડો લોકો માર્યા ગયા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર