- અમદાવાદમાં ફરજ બજાવતા એ.એસ.આઇએ ડેપોના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું
- સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી
ગાંધીનગર, મંગળવાર
પોલીસતંત્રને તસ્કરોએ જાહેરમાં પડકાર ફેંક્યો હોય એવી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ બાઇકને ઉઠાવી લીધું હતું. અમદાવાદમાં ફરજ બજાવતા એ.એસ.આઇનું સેક્ટર- ૬ ખાતે આવેલ યોગી બસ ડેપોના પાર્કિંગમાં પાર્ક કરેલુ બાઇક ચોરાઈ જતાં પોલીસે ખાનગી રીતે તપાસ હાથ ધરી હતી. જોકે, બાઇક કે તસ્કરોનો કોઇ પત્તો મળવા પામ્યો નહોતો. અંત આ અંગે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.