Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડધી પીચ ઉપર આવીને ધમાકેદાર ફટકાબાજી કરી બોલરની ખબર લઈ નાખી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડધી પીચ ઉપર આવીને ધમાકેદાર ફટકાબાજી કરી બોલરની ખબર લઈ નાખી 

- મુખ્યમંત્રીની ક્લાસિક બેટિંગ જાેઈને સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, ક્રિકેટરોને પ્રોત્સાહન આપ્યું
- સુરત મહાપાલિકા દ્વારા આયોજિત ઈન્ટર ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્‌ઘાટન કરવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા

ગાંધીનગર,શુક્રવાર

   રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોમન મેન તરીકે પ્રસ્થાપિત થયા છે અને કોઈ પણ દંભ વિના સહજતાથી લોકોને મળી રહે છે. પોતાના સુરક્ષા કાફલાને કહ્યા વિના પણ તેઓ ક્યારેક નીકળી જાય છે. મુખ્યમંત્રીની સાદગી જાેઈને આજે પણ લોકો કહે છે કે, આવા મુખ્યમંત્રી અમે આજ દિન સુધી જાેયા નથી. ભૂપેન્દ્ર પટેલ લો પ્રોફાઈલ રહેવાવાળા છે અને સાથે-સાથે સાદગીને વળેલા છે. અહીં કહેવાની જરૂર નથી કે આગળના મુખ્યમંત્રીઓ રોજ અલગ અલગ પ્રકારના કપડા પહેરતા હતા અને હંમેશા ઈસ્ત્રી ટાઈટ કપડા પહેરતા હતા. જેનાથી તદ્દન વિપરીત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા પેન્ટ અને શર્ટમાં જ મોટાભાગે જાેવા મળે છે. કોઈ મોટું ફંક્શન હોય કે વડા પ્રધાન આવવાના હોય ત્યારે પણ તેઓ હંમેશા પેન્ટ અને શર્ટમાં જ નજરે પડે છે. મુખ્યમંત્રીને ક્રિકેટનો પણ ઘણો શોખ છે અને એ શોખ સુરતમાં જાેવા મળ્યો હતો. સુરતના વેસુ ખાતે સી.બી.પટેલ ગ્રાઉન્ડ ઉપર ઈન્ટર ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનું ઉદઘાટન કરવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને બાદમાં તેમને બેટિંગ ઉપર હાથ અજમાવ્યો હતો અને અડધી પીચ ઉપર આવીને એવી ફટકાબાજી કરી હતી કે હાજર સૌ કોઈ જાેતા જ રહી ગયા હતા. 

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ ભાષી ઉપરાંત લાઈમ લાઈટથી દૂર રહેનાર વ્યક્તિ છે, સામાન્ય માણસ પાસે ક્યારે આવી જાય તેની પણ ખબર પડવા ન દે તેવી મિલનસાર વ્યક્તિ હોવા છતાં ઉપરાંત લાગણીશીલ માણસ છે અને દરરોજ અનેક લોકોને તેનો અનુભવ થઈ રહ્યો છે. ચાય પે ચર્ચાથી લઈ ઢાબા ઉપર ચા પીવાથી લઈ ભાજપના કાર્યકરોને બાંકડા ઉપર મળવું તે બતાવે છે કે, મુખ્યમંત્રી બન્યા પછી પણ તેઓ ધરતી ઉપર ચાલી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને ક્રિકેટનો પણ ગજબનો શોખ છે તે આજે સુરતમાં જાેવા મળ્યો હતો. વેસુ ખાતે ઈન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન આયોજનમાં સીએમ પધાર્યા હતા અને બાદમાં તેમણે બેટિંગ ઉપર હાથ અજમાવ્યો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે મુખ્યમંત્રી ફટકાબાજી કરવા માટે અડધી પીચ ઉપર પહોંચી ગયા હતા અને બોલને બાઉન્ડ્રી સુધી મોકલી દીધો હતો. મુખ્યમંત્રીની ક્લાસિક બેટિંગ જાેઈને હાજર સૌ અધિકારીથી લઈ ભાજપના નેતાઓ પણ મોંઢામાં આંગળા નાખતા થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ ઈશારા ઈશારામાં જાણે કે કહી દીધું હતું કે, મને કમજાેર કે ભોળો ન સમજશો, સમય આવે હું અડધી પીચ ઉપર જઈને પણ ફટકાબાજી કરી શકું છું અને ભલભલા ખતરનાક બોલરની પણ ખબર લઈ શકું છું. મુખ્યમંત્રીની ધમાકેદાર બેટિંગના સૌએ વખાણ કર્યા હતા તો મુખ્યમંત્રી પોતાની આગવી અદામાં જાેવા મળ્યા હતા.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડધી પીચ ઉપર આવીને ધમાકેદાર ફટકાબાજી કરી બોલરની ખબર લઈ નાખી