District

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

- મહાનગરપાલિકા વિસ્તારોમાં મહાનગરના પ્રવેશ માર્ગોથી પાંચ કિલોમીટરની હદના વિસ્તારોમાં જનસહયોગથી સફાઈ ઝૂંબેશ દર રવિવારે હાથ ધરાશે
- નગર પાલિકા વિસ્તારોમાં પ્રવેશ માર્ગોથી બે કિલોમીટર તથા ગ્રામ પંચાયત વિસ્તારોમાં મુખ્ય માર્ગો સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝૂંબેશ થશે
- સરકારી કચેરીઓ, વસાહતો, વોટરબોડીઝની પણ સ્વચ્છતા માટે મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન

ગાંધીનગર, સોમવાર 

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીશ્રી આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન રાજ્યમાં આગામી બે મહિના સુધી વધુ વ્યાપક બનાવીને સમગ્ર રાજ્યમાં જનસહયોગથી સ્વચ્છતા સફાઈ અભિયાન આગળ ધપાવવા આ બેઠકમાં સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ અને પંચાયત તથા ગ્રામ વિકાસ વિભાગ તેમ જ અન્ય સંબંધિત વિભાગોને આગામી આઠ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત સફાઈ સ્વચ્છતા કાર્યક્રમો યોજવા સૂચન કર્યું હતું.

 તેમણે કહ્યું કે શાળા-કોલેજો, વાંચનાલયો, બસમથકો, રેલવેસ્ટેશન ધાર્મિક સ્થાનો તેમ જ પ્રવાસન યાત્રાધામોમાં આ અભિયાન સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આપેલા ‘નિર્મળ ગુજરાત’ના વિચારને પણ ચરિતાર્થ કરવો છે. વડાપ્રધાનએ ગાંધી જયંતિ પૂર્વે ‘એક તારીખ, એક કલાક, એક સાથ’ના સ્વચ્છતા અભિયાન માટે આપેલા કોલને ગુજરાતે સઘન સ્વચ્છતા-સફાઈ અભિયાનથી સાકાર કર્યો છે, તેની સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી.આ સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યનાં ૧૮ હજાર ગામોમાં ૨.૬૭ લાખથી વધુ કાર્યક્રમો યોજીને અંદાજે ૩.૯૨ કરોડ લોકોની જનભાગીદારીથી ગાર્બેજ-ફ્રી ભારતની નેમ પાર પાડવામાં આવી છે. એટલું જ નહીં, શહેરી ક્ષેત્રોમાં ૨૬ હજારથી વધુ વિસ્તારોમાં લાખો લોકોની સહભાગીતાથી સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ લોકો, જન-પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, સૌના શ્રમદાનથી ગુજરાતને ‘સ્વચ્છતા હી સેવા’માં અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે સરકારી વસાહતો, કચેરીઓ, જાહેર સ્થળો, સાથે વોટરબોડીઝની સાફસફાઈને પણ સાંકળી લેવાનું આયોજન કરાશે.

  રાજ્યનાં મહાનગરોમાં પ્રવેશમાર્ગોની હદથી પાંચ કિલોમીટર સુધીનો વિસ્તાર, નગર પાલિકા વિસ્તારમાં પ્રવેશમાર્ગોની હદથી ૨ કિલોમીટર સુધીનો વિસ્તાર તેમ જ ગ્રામ વિસ્તારોમાં મુખ્ય રસ્તા, હાઈવેને જોડતાં મુખ્ય માર્ગોની ગ્રામ પંચાયતો દ્વારા દર રવિવારે અવશ્ય સાફસફાઈ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા-કોલેજો, જાહેર સ્થાનોની, રોજબરોજની સાફસફાઈ ઉપરાંત વધુ પ્રમાણમાં કચરો એકત્ર થતો હોય તેવાં સ્થળોની સફાઈ અને લીગસી વેસ્ટના યોગ્ય નિકાલ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.તેમણે આ હેતુસર રાજ્ય સરકારના શિક્ષણ, શહેરી વિકાસ, પંચાયત અને ગ્રામવિકાસ તથા પ્રવાસન સહિતના વિભાગો, હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચથી આ સફાઈ અભિયાન ઉપાડી લે તેવું પ્રેરક આહવાન કર્યું હતું.મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવઓ અશ્વિની કુમાર, મોના ખંધાર, મનીષા ચન્દ્રા, હારિત શુક્લા, સહિત સંબંધિત વિભાગોના સચિવઓ આ સમીક્ષા બેઠકમાં જોડાયાં હતાં.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો