Gujarat

કોમન મેન સીએમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે ગોષ્ટિ કરી સૌના દિલ જીત્યા

- દહેગામ પાસેના કંથારપુરામા આવેલા મુખ્યમંત્રીએ બાળકો સાથે પણ સમય વીતાવ્યો 
- બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી શિક્ષણ વિશે સવાલ પણ કર્યા, મૃદુ ભાષી મુખ્યમંત્રી ફરીથી છવાયા

ગાંધીનગર,મંગળવાર

   રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં કોમન મેન છે અને વારંવાર તેઓ તેની પ્રતીતિ કરાવતા રહે છે. સામાન્ય માણસને સહજતાથી મળતા મુખ્યમંત્રીએ રાજ્યની જનતાના દિલ જીત્યા છે. અગાઉ તેઓ અનેક વાર આવી પ્રતીતિ કરાવી ચૂક્યા છે ત્યારે આજે તેઓ દહેગામ પાસેના કંથારપુરામાં આવ્યા હતા અને અહીંયા તેઓ બાળકોને વ્હાલથી મળ્યા હતા અને બાળકો સાથે ગોષ્ટિ પણ કરી હતી. માત્ર એટલું જ નહી તેમણે બાળકો સાથે શિક્ષણને લગતા સવાલો પણ કર્યા હતા. બાળકો સાથે તેમને ખાસ્સો એવો સમય વીતાવ્યો હતો અને બાળકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ ભાષી અને નિરાભિમાની છે અને કોઈ દંભ કરવામાં માનતા નથી. પોતાની ઓફિસમાં પણ સામાન્ય માણસને સહજતાથી મળી રહે છે. અગાઉ તેઓ પોતાના મત વિસ્તાર ઘાટલોડીયામાં પણ કાર્યકરો સાથે બાંકડા ઉપર ચાય પે ચર્ચા કરતા નજરે પડ્યા હતા તો અમદાવાદ રાજકોટ સિક્સ લેન હાઈવેનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા ત્યારે ઢાબા ઉપર ચા પીધી હતી તો અંબાજીમાં પણ હાઈ-વે ઉપર ઊભા રહી ગયા હતા અને લોકોની સમસ્યા વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ તેઓ વડોદરા પણ પહોંચી ગયા હતા અને ત્યાં જઈને લોકો સાથે સંવાદ કર્યો હતો. 

   રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં કોમન મેન સીએમ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. આજે તેઓ દહેગામ પાસેના કંથારપુરામાં આવ્યા હતા અને અહીંયા તેમણે બાળકો સાથે ગોષ્ટી કરી હતી અને બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો. બાળકો સાથે શિક્ષણને લગતા સવાલો પણ કર્યા હતા અને બાળકોએ સરસ ઉત્તર પણ આપ્યા હતા. મુખ્યમંત્રીએ બાળકો સાથે યાદગાર તસવીર પણ પડાવી હતી અને બાળકોને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે અને તેમની પ્રશંસા વારંવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કરે છે. ભૂપેન્દ્ર પટેલે જ્યારે મુખ્યમંત્રીના શપથ લીધા ત્યાર બાદ તેમને કહ્યું હતું કે, હું ગુજરાતીમાં જ બોલીશ. બાદમાં તેેમણે કહ્યું હતું કે, જ્યારે પણ મારો કાફલો પસાર થવાનો હોય ત્યારે કોઈ ટ્રાફિક રોકવામાં આવે નહી. અગાઉ કોરોનાથી અરવલ્લીના ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જાેષીયારાની તબિયત ખરાબ હતી ત્યારે તેઓ તેમની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા અને વધુ સારવાર માટે તેમણે ચેન્નાઈ ખાતે પહોંચાડવાની તમામ વ્યવસ્થા પણ મુખ્યમંત્રીએ કરી આપી હતી. તાજેતરમાં જ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાના પિતાનું અવસાન થયું હતું ત્યારે પણ તેઓ સાંત્વાના આપવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરાભિમાન વ્યક્તિત્વ ધરાવે છે અને કોઈ દંભ કરવામાં માનતા નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

કોમન મેન સીએમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે ગોષ્ટિ કરી સૌના દિલ જીત્યા