
- પ્લાસ્ટિક એકઠું કરીને લાવનાર નાગરિકોને અપાય છે આકર્ષક ગિફ્ટ: ખાસ મેસ્કોટ દ્વારા જન જાગૃતિ અભિયાન
- છેલ્લા 5 મહિનામાં ગર્જના ઉત્સવ થકી ગાંધીનગરના નાગરિકોએ ૩ હજાર કિલો જેટલું પ્લાસ્ટિક એકત્રિત કરી રિસાયકલ માટે આપ્યું
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યમાં પ્રથમવાર પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે એક નવતર અભિગમ અપનાવીને ખાસ મેસ્કોટ જાહેર કર્યા છે. ‘ગાંધીનગર રિસાયકલ જનઆંદોલન – ગર્જના’ ઉત્સવ અંતર્ગત પ્લાસ્ટિકાસુર અને ટોડો મેસ્કોટ દ્વારા લોકોમાં પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ ફેલાવાઈ રહી છે. રાજ્ય, શહેર અને ગામની સફાઇ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા સ્વચ્છતાના આહ્વાનને દેશના નાગરિકોએ જન આંદોલન બનાવીને ‘સ્વચ્છતા હી સેવા’ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. ગાંધીનગર શહેરના લોકોએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પોતે આગળ આવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા માટે ચલાવવામાં આવેલા ગર્જના ઉત્સવમાં પોતાનું યોગદાન આપ્યું છે. ગાંધીનગર શહેરના નાગરિકો ઉપરાંત શાળા કોલેજો અને સ્વૈચ્છિક સંગઠનો આ કાર્યમાં જોડાયા છે. ગાંધીનગર શહેરના ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ જેવા સિનિયર સિટીઝનના સંગઠને પ્લાસ્ટિકમુક્તિ માટે પોતાનું યોગદાન આપ્યું છે. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે આ આંદોલનમાં પોતાનો સહયોગ આપીને 300 થી 400 કિલો જેટલું પ્લાસ્ટિક રિસાયકલ માટે આપ્યું હતું.
આ મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા જણાવે છે કે લોકોમાં સ્વચ્છતાનો સંદેશો જાય અને તમામ લોકો પ્લાસ્ટિક મુક્તિ માટે આગળ આવે તે માટે સંગઠનના તમામ સભ્યોએ કાર્ય કર્યું છે. તેઓ વધુમાં જણાવે છે કે સંગઠનના સભ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કચરો તો એકઠો કરે જ છે સાથે સ્વચ્છતા માટેની જન જાગૃતિ પણ ફેલાવે છે,લોકોને પ્રેરિત કરે છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નર જે.એન વાઘેલા તથા મેયર હિતેષ મકવાણા દ્વારા શરૂ કરાયેલા ગર્જના ઉત્સવમાં શાળા કોલેજો પણ જોડાઈ છે. કોર્પોરેશન દ્વારા સેક્ટર-21 માં કચરો એકત્રિત કરવાનું સેન્ટર ઊભું કરાયું છે. જ્યાં શહેરના નાગરિકો મંગળવારથી રવિવાર સુધી અઠવાડિયાના છ દિવસ, સવારના 11 થી સાંજના 7 વાગ્યા સુધીમાં પ્લાસ્ટિક એકત્રિત કરાવી શકે છે. આ પ્લાસ્ટિકના બદલામાં કોર્પોરેશન દ્વારા વિવિધ ભેટ આપવામાં આવે છે. જેમાં 500 ગ્રામ પ્લાસ્ટિક લઈને આવનાર વિદ્યાર્થીને લખવા માટેનું પેડ અને ગૃહિણીઓને ફ્લાવર પોટ આપવામાં આવે છે. ઉપરાંત નાગરિકોને જયુટમાંથી બનાવેલી થેલીઓ પણ આપવામાં આવે છે. 25 કિલો પ્લાસ્ટિક લઈને આવનાર નાગરિકોને કોર્પોરેશન દ્વારા બેસવા માટેની બેન્ચ ભેટ આપવામાં આવે છે. આ બેન્ચની વિશેષતા એ છે કે તે આ રિસાયકલ કરાયેલા પ્લાસ્ટિકમાંથી જ બનાવવામાં આવેલી હોય છે.
મહત્વનું છે કે છેલ્લા પાંચ મહિનાના ટૂંકા સમયગાળામાં શહેરના નાગરિકોએ ૩ હજાર કિલો જેટલું પ્લાસ્ટિક રિસાયકલ માટે જમા કરાવ્યું છે. એકત્રિત કરાયેલા પ્લાસ્ટિકને કોર્પોરેશન દ્વારા ઇકો વિઝન નામની એજન્સીને રિસાયકલ માટે મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ વ્યાપકપણે જોડાઈને સ્વચ્છતા માટે શ્રમદાન કરીને પોતાનું યોગદાન આપ્યું હતું. આ અભિયાનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 8 અઠવાડિયા લંબાવીને સેવાયજ્ઞ ચલાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગાંધીનગર શહેરના નાગરિકોએ સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ માટેનું ઉઠાવેલુ પગલું ચોક્કસ અન્યોને પ્રેરણા આપશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
