National

ગુજરાતના દરિયા કાંઠેથી કોસ્ટ ગાર્ડે 10 પાકિસ્તાનીઓને દબોચ્યા, બોટ પણ કરી જપ્ત

ગુજરાતના દરિયા કાંઠેથી કોસ્ટ ગાર્ડે 10 પાકિસ્તાનીઓને દબોચ્યા, બોટ પણ કરી જપ્ત

- અરબી સમુદ્રમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી

- પાકિસ્તાની બોટ અને 10 લોકો કોસ્ટગાર્ડે ઝડપી પાડયા

 

નવી દિલ્હી, રવિવાર

  ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના સમુદ્રી તટ પર અરબી સમુદ્રમાં પાકિસ્તાનના 10 નાગરિકોને ઝડપી પાડયા છે. આ તમામ પાકિસ્તાની બોટ યાસીનમાં સવાર હતા. આ ઘટના 8મી જાન્યુઆરીની રાત્રિની છે. એક ઓપરેશન હેઠળ કોસ્ટગાર્ડે આ લોકોને ઘેરીને દબોચ્યા હતા.

  બોટને પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી છે. આ કોઈ પહેલો મોકો નથી કે જ્યારે પાકિસ્તાની બોટ ઝડપાય હોય. આના પહેલા ગુજરાતના તટ પર જ ગત વર્ષ સપ્ટેમ્બરમાં એક બોટ ઝડપાય હતી. આના પર પાકિસ્તાનના 12 ક્રૂ મેમ્બર્સ હતા.

 તાજેતરના દિવસોમાં જોવા મળ્યું છે કે પાકિસ્તાન સમુદ્રી માર્ગે ભારત સહીતના અન્ય દેશોમાં ડ્રગ્સની ખેપ પહોંચાડવાની કોશિશમાં લાગેલું છે. ગત મહીને ભારતીય કોસ્ટ ગાર્ડે અને ગુજરાત એટીએસની એક સંયુક્ત ટીમે અભિયાન ચલાવીને પાકિસ્તાની બોટ અલ હુસૈનીને ભારતીય સમુદ્રી સીમામાં ઝડપી પાડી હતી. તેની તલાશી દરમિયાન 77 કિલોગ્રામ હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઝડપાયેલા હેરોઈનની વૈશ્વિક બજારમાં લગભગ 400 કરોડ રૂપિયા કિંમત હોવાનું આંકવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની બોટમાંથી 6 લોકો પણ ઝડપાયા હતા.(તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

ગુજરાતના દરિયા કાંઠેથી કોસ્ટ ગાર્ડે 10 પાકિસ્તાનીઓને દબોચ્યા, બોટ પણ કરી જપ્ત