District
ગાંધીનગરના કુંડાસણ ખાતે આવેલા કોમ્પલેક્ષમાંથી બાઈકની ચોરી થતાં ફરિયાદ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
13, October 2023
- વાવોલ ગામનો યુવાન બાઇક પાર્ક કરીને દુકાને ગયો હતો
- અજાણ્યા ઈસમ સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના વાવોલ ગામના યુવાનની કુંડાસણ ખાતે આવેલા પ્રમુખ આર્કેટ કોમ્પલેક્ષમાં હેરસલુનની દુકાન છે. ગઈ કાલે તેઓ નિત્યક્રમ અનુસાર દુકાને જવા માટે ઘરેથી બાઇક લઈને નીકળ્યા હતા અને ખાતે પ્રમુખ આર્કેટ કોમ્પલેક્ષના ઝમેન્ટમા જવાના રસ્તા ઉપર દિવાલની સાઇડમાં તેમણે બાઇક પાર્ક કરીને દુકાને ગયો હતો. .જે બાદ રાત્રીએ પરત ઘરે જવા માતે યુવાન પાર્ક કરેલા બાઇકના સ્થળે આવ્યો હતો જો કે ત્યાં બાઇક મળી આવ્યું ન હતું. બાઈકની ચોરી થયાનું માલૂમ પડતાં યુવાને અજાણ્યા ઈસમ સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત અનુસાર ગાંધીનગરના વાવોલ ગામે રહેતા સમીરભાઈ રસીકભાઈ શર્મા હેરસલુન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ કાલે કુડાસણ ગામે રીલાયન્સ ચોકડી ખાતે પ્રમુખ આર્કેટ કોમ્પલેક્ષના ઝમેન્ટમા જવાના રસ્તા ઉપર દિવાલની સાઇડમાં તેમને પોતાનું બાઈક પાર્ક કરીને તેમની દુકાન ખાતે ગયા હતા. જે બાદ દુકાનનુ કામ પતાવી સમીરભાઈ રાત્રિના 10 વાગ્યાની આસપાસ પરત ઘરે જવા માટે પાર્ક કરેલા સ્થળે આવતા હતા જો કે ત્યાં બાઇક મળી આવ્યું ન હતું. બાઈકની આજુબાજુ શોધખોળ કરતાં બાઈકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તેથી 25 હજારના કિંમતનું બાઈક ચોરી કરી હોવાની ફરિયાદ સમીરભાઈએ અજાણ્યા ઈસમ સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. (તસવીર પ્રતીકાત્મક છે)