- રાત્રિનો લાભ લઈ તસ્કર ડાલુ ચોરી ગયો
- પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ આદરી
કલોલ, સોમવાર
પાટનગરમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. ત્યારે આવો જ એક બનાવ કલોલમાંથી સામે આવ્યો છે જ્યાં ઘર આગળ પાર્ક કરેલા પીકઅપ ડાલાની ઉઠાંતરી થઈ હતી. વેપારી પોતાનું પીકઅપ દાલુ ઘરની બહાર પાર્ક કરીને રાત્રીએ સૂઈ ગયા હતા જ્યારે સવારે ઉઠીને જોતાં ડાલુ પાર્ક કરેલી જગ્યાએ જોવા મળ્યું ન હતું. આજુબાજુમાં પણ શોધખોળ કરતાં ડાલાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તેથી ચોરી અંગે તેમણે અજાણ્યા ઈસમ સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આ અંગે તપાસ આદરી છે.