District

દહેગામમાં ભાડે રાખેલી જમીન ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કરનાર સામે ફરિયાદ 

દહેગામમાં ભાડે રાખેલી જમીન ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કરનાર સામે ફરિયાદ 

- કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કર્યા બાદ હવે પોલીસ ફરિયાદ

- દહેગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી

દહેગામ, બુધવાર

  દહેગામમાં સર્વે નંબર 42- 43 પૈકીની જમીનમાં પાડવામાં આવેલા પ્લોટ નંબર 3 માં ગેરકાયદેસર કબજો જમાવીને બેઠેલા ઈસમને જગ્યા ખાલી કરવાનું કહેતા તે ભાડાપટ્ટે હોવા છતાં પણ ભાડું પણ નહીં ચૂકવું અને જગ્યા પણ ખાલી નહીં કરું તેવું કહેતો હોવાથી આ બાબતે પહેલા કલેકટર કચેરીમાં અને બાદમાં કલેક્ટર કચેરીના હુકમના આધારે દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગરના ડભોડા ખાતે રહેતા રવિભાઈ અમૃતભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દહેગામ સર્વે નંબર 42 તથા 43 પૈકીની જમીનમાં પાડવામાં આવેલ પ્લોટ નંબર ત્રણ વાળી જમીનમાં જર્જરિત હાલતમાં વખાર આવેલી છે. આ મિલકત ધી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી દહેગામના ચેરમેન રમેશચંદ્ર અમીન તથા કમિટીના સભ્ય સોમાભાઈ મૂળજીભાઈ પટેલ તથા કાળાભાઈ વજાભાઈ દેસાઈએ તારીખ 26 ઓગસ્ટ 1971 ના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર 490 થી રમણભાઈ મોહનભાઈ પટેલને વેચાણ આપી હતી. તારીખ 23 મે 2018 ના રોજ રમણભાઈ મોહનભાઈ પટેલના મૃત્યુ બાદ તેમના વારસો ભગવતીબેન રમણભાઈ પટેલ, સુરેશભાઈ રમણભાઈ પટેલ, ભરતભાઈ રમણભાઈ પટેલ, લીલાબેન રમણભાઈ પટેલ મિલકતના માલિક બન્યા હતા. જેઓ આ મિલકત વેચાણ કરવા માંગતા હોવાથી તે મિલકત રવિ પટેલે ₹8,00,000 ની કિંમતે 16 ફેબ્રુઆરી 2023 ના રોજ વેચાણ દસ્તાવેજ કરીને વેચાણ રાખી હતી. આ જમીન વેચાણ રાખ્યા બાદ પ્લોટ નંબર 3 જેમાં વખારનું  બાંધકામ થયેલ છે તે મિલકતમાં બાબુભાઈ ચુનીલાલ ચરોતરિયા (રહે દહેગામ) એ ભાડેથી રાખી તેમાં જૂના બારદાનનો વ્યવસાય કરે છે. જેથી આ ઉપરોક્ત મિલકતમાં રવિભાઈ પોતે  વ્યવસાય કરવા માંગતા હોવાથી તેઓએ બાબુભાઈને જગ્યા ખાલી કરવાનું કહ્યું હતું. પહેલાં તો જગ્યા ખાલી કરવા બાબુભાઈ ચરોતરિયાએ દસેક દિવસનો સમય આપવાનો જણાવ્યું હતું. જોકે ત્યાર પછી આ બાબુભાઈએ -  આ જગ્યા ભાડે રાખ્યા બાદ મારા ધંધામાં સારી પ્રગતિ થઈ છે, જેથી હું આ જગ્યા ખાલી નહીં કરું અને જગ્યાનું ભાડું પણ નહીં આપું અને આ જગ્યામાં ફરી આવવાનુ નહીં, નહીં તો ખરાબ પરિણામ ભોગવવા પડશે તેમ કહીને ધાકધમકી આપી હતી. અંતે આ મામલે રવિભાઈ અમૃતભાઈ પટેલે દહેગામ પોલીસ મથકે બાબુલાલ ચુનીલાલ ચરોતરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામમાં ભાડે રાખેલી જમીન ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કરનાર સામે ફરિયાદ