District

દહેગામના અંતોલી ગામની પરિણીતા પાસેથી 5 લાખ દહેજ માંગતા સાસરિયાઓ સામે ફરિયાદ 
 

દહેગામના અંતોલી ગામની પરિણીતા પાસેથી 5 લાખ દહેજ માંગતા સાસરિયાઓ સામે ફરિયાદ 
 

- પતિ નાની નાની વાતમાં ઝઘડો કરી અવાર નવાર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતો 
- સસરિયાઓએ બિભત્સ ગાળો બોલી પરિણીતાને ગડદાપાડુનો માર માર્યો 

દહેગામ, શુક્રવાર 

    મહેસાણાના રાધનપુર ગામની પરિણીતાના લગ્ન દહેગામ તાલુકાના અંતોલી ગામે રહેતા શખ્સ સાથે થયા હતા. લગ્નના એક માસ બાદ સાસરિયાઓએ તેમનો રંગ બતાવવાનો શરૂ કર્યો હતો. પતિ નાની નાની વાતમાં ઝઘડો કરી અવાર નવાર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતો હતો. પતિ પરિણીતા સાથે ઝઘડો કરી પિયર મહેસાણા મૂકી આવ્યો હતો. આ અંગે મહેસાણા કોર્ટમાં ભરણ પોષણની અરજી કરતાં ભરણ પોષણ પેટે રૂ.૫૦૦૦ આપવાના નક્કી થયા હતા. જે બાદ પતિએ પરિણીતા સાથે સમાધાન કરી પરત તેના ઘરે લઈ જઈને બંને દહેગામ ખાતે ભાડેથી રહેતા હતા જો કે મહિલા ગર્ભવતી થતાં પતિએ ફરી ત્રાસ આપી પાંચ લાખના દહેજની માંગ કરતા અંતે કંટાળીને મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. 

    મળતી વિગત અનુસાર મહેસાણાના રાધપુર ગામની મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા દહેગામના અંતોલી ગામે રહેતા જનકકુમાર મોહનલાલ સાથે સમાજના રીત-રીવાજ મુજબ થયા હતા. એક માસ બાદ પતિનું મહિલા પ્રત્યે વર્તન બદલાઈ ગયું હતું. નાની નાની વાતમાં ઝઘડા કરવાનુ શરૂ કર્યું હતું. માતાને ફોન કરે અથવા પાડોશમાં બેસવા માટે જાય તો પણ પતિ બોલાચાલી કરીને મારઝૂડ કરતો હતો. સાસુ રેણુકાબેન તથા દિયર પ્રકાશભાઈ પણ બોલાચાલી કરીને મહિલાના વિરુદ્ધમાં પતિને ચઢામણી કરી અવાર નવાર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા હતા. તા.૧૯/૧૦/૨૦૨૦એ માર મારીને પિયર મહેસાણામાં મહિલાને મૂકીને પતિ ચાલ્યો ગયો હતો. ત્યાર પછી  એક વર્ષ બાદ સમાધાન થતાં પતિ મહિલાને પરત સાસરી અંતોલી ખાતે લઈ ગયો હતો. જે બાદ ભાડાનુ મકાન શોધીને તને પરત લઈ જઈશું કહીને સાસરિયાઓ મહિલાને પિયર મૂકી આવ્યા હતા.

    પતિએ ફોન કરી ફરિયાદીને જણાવ્યું હતું કે હું તને લેવા માટે આવવાનો નથી અને તે મહીલા પોલીસ સ્ટેશનમાં તે અરજી આપી હતી એટલે હું તને લઈ ગયો હતો. જે બાદ સમાધાનનો કોઈ રસ્તો નહી નિકળતાં ૨૦૨૧માં મહેસાણા જ્યુ.ડી.કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલેન્સમાંના કાયદા મુજબ ભરણ પોષણનો દાવો મૂકતાં કોર્ટે ભરણ પોષણ પેટે રૂ.૫૦૦૦ નક્કી કર્યા હતા. થોડા દિવસ બાદ પતિએ પત્ની સાથે સમાધાન કરવાની વાત કરતાં સંસાર ન બગડે તે માટે મહિલાએ સમાધાન કર્યું હતું. જે બાદ તેઓ પતિ સાથે દહેગામ ખાતે પંકજ સોસાયટીમાં ભાડાનું મકાન રાખી બંને રહેતા હતા. મહિલા ગર્ભવતી થતાં ફરી પતિએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને કોર્ટમાં કરેલી બંને અરજી ધમકી આપીને પાછી ખેચી લીધી હતી. 

    આ અંગે વાત કરવા માટે અંતોલી ખાતે સસરાના ઘરે જતાં સાસુ સસરા બંનેએ ખરાબ વર્તન કરતાં મહિલા તેમના કાકા સસરાના ઘરે ચાલી ગઈ હતી જ્યારે રાત્રે સસરાના ઘરે તિજોરીમાં મુકેલ કપડા લેવા માટે જતાં પતિએ બિભત્સ ગાળો બોલી ફરિયાદીને ગડદાપાડુનો માર માર્યો હતો. સાસુ રેણકાબેન, દિયર પ્રકાશભાઈએ પર ચંપલ વડે માર મારતા બુમાબૂમ કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ જતાં તેમણે ફરિયાદીને વધુ મારમાંથી બચાવી હતી. જે બાદ પતિએ 5 લાખના દહેજની માંગ કરી ધાક ધમકી આપી ઘરેથી જતો રહ્યો હતો. આ સમગ્ર મામલે મહિલાએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જનક કુમાર મોહનલાલ જયસ્વાલ, રેણુકાબેન મોહનલાલ જયસ્વાલ અને પ્રકાશકુમાર મોહનલાલ જયસ્વાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામના અંતોલી ગામની પરિણીતા પાસેથી 5 લાખ દહેજ માંગતા સાસરિયાઓ સામે ફરિયાદ