- સાઉન્ડ બેરિયર તૂટવાનો અવાજ હોવાનો અધિકારીનો દાવો
- સુરક્ષા જવાનોએ વિસ્તારને કોર્ડન કર્યો
ઈસ્લામાબાદ, શનિવાર
પાકિસ્તાનના ન્યુક્લિયર બેઝ પાસે વિસ્ફોટ થયો હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જોકે, સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા 30 કિલોમીટર દૂર સુધી સંભળાયેલો અવાજ સાઉન્ડ બેરિયર તૂટવાનો અવાજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિસ્ફોટની ઘટના બાદ વિસ્તારને સુરક્ષા જવાનો દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિસ્ફોટ મિસાઈલના ટેસ્ટીંગ દરમિયાન થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર