District
માણસામાં દિવાલ ચણવાને લઈને બે પરિવારો વચ્ચે તકરાર
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
17, October 2023
- કોશથી હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા
- માણસા પોલીસ દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી
માણસા, મંગળવાર
માણસામાં ઠાકોરવાસમાં દિવાલ ચણવા ને લઈને બે પરિવારો વચ્ચે થયેલી તકરાર લોહિયાળ બની હતી કોશ અને લાકડીઓથી માર મારીને ઈજા પહોંચાડવામાં આવતા પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માણસાના અમરપુરા ખાતે ઠાકોરવાસમાં રહેતા રણજીતજી કાંતિજી ઠાકોર ગામમાં હતા તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે તેમના ઘરે ઝઘડો થયેલ છે. જેથી તેઓ તુરંત જ ઘરે દોડી ગયા હતા. આ સમયે તેમની માતા ગગીબેનને તેમનો કાકાનો દીકરો રોહિત અપશબ્દ બોલીને ઝઘડો કરતો હતો .જેથી રણજિતે ઠપકો કરીને રોહિતને મારી માતાને તું કેમ બોલે છે ? તેમ કહ્યું હતું. જેથી રોહિતે આવેશમાં આવી મારા ઘરની દિવાલ જ્યાં ચણાય છે ત્યાં જ ચણાશે, જેથી આ બાબતે થોડી જગ્યા છોડીને દિવાલ ચણ તેવું રણજીતજીએ કહેતાં રોહિતજી ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દ બોલી દિવાલ તો અહીંયા જ ચણાશે તેમ કહી તેના ઘરમાંથી કોસ લઈ આવ્યો હતો અને રણજીતજીને કપાળના ભાગે મારી દેતા તેમને ગંભીર ઇજા થઈ હતી. આ દરમિયાન હોબાળો થતા રોહિતનુ ઉપરાણું લઈને કિશનજી વિષ્ણુજી ઠાકોર, અમરતજી વિનોજી ઠાકોર ત્યાં આવી ગયા હતા અને લાકડીઓથી તેમજ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે રણજીતજીના માતા ગગીબેન વચ્ચે છોડાવવા પડતા તેમને પણ આ ઈસમોએ માર માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પરિવારને વધુ મારમાંથી છોડાવ્યો હતો. આ દરમિયાન 108 આવતા ઈજાગ્રસ્ત રણજીતજીને તેમજ તેમની માતા ગગીબેનને સારવાર અર્થે માણસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ મામલે રણજીતજી ઠાકોરની ફરિયાદના આધારે માણસા પોલીસે રોહિતજી વિષ્ણુજી ઠાકોર, કિશનજી વિષ્ણુજી ઠાકોર, દિલીપજી વિનુજી ઠાકોર તથા અમૃતજી વિનોદજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો